ફિલ્મ પ્રિવ્યૂઃ બરફી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ ફિલ્મની વાર્તા મર્ફી નામના એક યુવકની છે, જે લોકોમાં બર્ફીના નામથી જાણીતો છે. આ પાત્ર રણબિર કપૂર ભજવી રહ્યો છે. તે એક નટખટ શેતાન છે. લોકોમાં તે ઘણો જ લોકપ્રિય છે.

દાર્જિલિંગના તમામ લોકો બર્ફી સાથે વાતો કરે છે. નવાઈની વાત એ છે કે બર્ફી નથી બોલી શકતો કે નથી સાંભળી શકતો. બર્ફીની ઝિલમિલ અને શ્રુતિની સાથે મિત્રતા છે.

ઝિલમિલનું પાત્ર પ્રિયંકા ચોપરા અને શ્રુતિનું પાત્ર દક્ષિણ ભારતીય સ્ટાર ઈલેના ડીક્રૂઝ નિભાવી રહી છે. આ તેની પહેલી જ ફિલ્મ છે.

ખરી રીતે તો, આ ત્રણેયની મિત્રતા અને જીવનમાં આવતા ચઢાવ-ઉતારની વાત આ ફિલ્મમાં છે. આ એક નિઃસ્વાર્થ પ્રેમ અને નાની નાની વાતોમાં ખુશી શોધવાની વાત છે. ફિલ્મનો મેસેજ છે કે જીવનમાં કેટલી પણ કેમ મુશ્કેલી ના આવે, ડોન્ટ વરી, બી બર્ફી.