અહીંયા પણ શાહરૂખે કરી બોલિવૂડ દિગ્ગજ અમિતાભની નકલ!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમિતાભ બચ્ચન ગુજરાત ટૂરિઝમને પ્રમોટ કરી રહ્યા છે. હવે, શાહરૂખ પણ અમિતાભની જેમ જ પશ્ચિમ બંગાળનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો છે. શાહરૂખ ખાન માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ પશ્ચિમ બંગાળને પ્રમોટ કરશે. તે રાજ્યના વિકાસ અને ઈન્ડસ્ટ્રીઝની વાત કરશે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ આસામ સરકારે જાહેરાત કરી હતી કે, તે રાજ્યને પ્રમોટ કરવા માટે બોલિવૂડ સેલિબ્રિટીનો સંપર્ક સાધશે. બચ્ચન અને શાહરૂખના ચાહકો મોટા પ્રમાણમાં છે. શાહરૂખને બંગાળ સાથે અને અમિતાભને ગુજરાત સાથે કોઈ લેવા-દેવા નથી, તેમ છતાંય આ બંને જે-તે રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. આ માટે મુખ્ય કારણ તેમનો સ્ટાર પાવર હોવાનું માનવામાં આવે છે. આમ પણ ભારતીયો સેલિબ્રિટી પાછળ પાગલ છે અને સ્ટાર્સની માસ અપીલને કારણે તેઓને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવે છે. આમ પણ શાહરૂખ કોલકતા નાઈટ રાઈડર્સ નામની આઈપીએલ ટીમ ધરાવે છે. નોંધનીય છે કે, અમિતાભ જે પણ કરે તેની નકલ શાહરૂખ કરતો જ હોય છે. શાહરૂખે આ વાત ફરી એકવાર સાબિત કરી દીધી છે.
Related Articles:
આ સ્ટાર્સની ચમક આગળ બિગ બી-આમિર-શાહરૂખ પણ ઝાંખા!
શાહરૂખ હજી પણ ફરાહને માફ કરવા તૈયાર નહીં, કર્યો વાર!
બેટી ખાન પિતા શાહરૂખ માટે લખશે સ્ક્રિપ્ટ?
શાહરૂખ-પ્રિયંકા કિસ્સામાં કોનો સાથ આપશો?
બચ્ચનને જવાબ, શાહરૂખ બન્યો પ. બંગાળનો બ્રાન્ડ એમ્બેસેડર
\'વેલેન્ટાઈન્સ ડે\'ને લઈને હું ખુબજ વહેમી છું: શાહરૂખ ખાન
શાહરૂખ-પ્રિયંકા નેપાળ જવાની યોજના બનાવી રહ્યાં છે?
રીતિકે કરી ગૌરી પર ટ્વિટ, રોષે ભરાયો શાહરૂખ ખાન!
આ સ્ટારે એ કરી બતાવ્યું, જે બિગ બી-શાહરૂખ પણ ન કરી શક્યા!