'રામલીલા'માં અલ્લડ યુવતીની ભૂમિકાને કારણે દીપિકા મુશ્કેલીમાં

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીપિકા હાલ ઘણી મુશ્કેલીમાં જીવી રહી છે.'કોકટેલ'માં તેમણે ઘણા અભદ્ર શબ્દનો ઉપયોગ કર્યો હતો.ત્યારે 'રાલીલા'માટે તેમણે વધુ રંગીન બનવાની જરૂર છે. દિપિકા સંજય લીલા ભણશાળીની 'રામલીલા'માં જુલિયેટની ભૂમિકા કરી રહી છે.પરંતુ,તેમના માટે આ ભૂમિકા મુશ્કેલી ભરી સાબિત થઇ રહિ છે.કારણ કે આ ફિલ્મમાં તેમના ધરમૂળથી મેકઓવર કરવાની જરૂર છે.માત્ર તેમના અરમાનીના આઉટફીટ્સથી ઘાઘરા ચોલી જ નહિં પરંતુ તેમણે કચ્છની તેજતર્રાર યુવતી બનવા સુધીની મહેનત કરવાની છે.આ ભૂમિકા વાસ્તવિક બનાવવા તેમણે ગુજરાતી ઉચ્ચારો પર ગંભીરતા પૂર્વક કામ કરવાની જરૂર છે. શબ્દોના ઉચ્ચારણ અને વસ્ત્રો કરતાં પણ તેમની ભૂમિકા માટે પણ ઘણું કરવાનું છે.દિપીકાની આ ભૂમિકા એક બટક બોલી યુવતીની પણ છે. સૂત્રોના જણાવ્યા મુજબ,'દિપિકા આ ફિલ્મમાં એક ઉન્મુક્ત અને સ્વભાવમાં ખુલ્લાપણું ધરાવતી યુવતીની ભૂમિકા કરી રહી છે.બીજા લોકો તેમના અંગે શું વિચારે છે તેની પણ કંશી પડી નથી.દિપિકાએ આ પ્રકારની બેશરમ યુવતીનું પાત્ર ક્યારેય કર્યું નથી.જેથી તેમણે શબ્દો અંગે પણ ઘણું શીખવું પડે છે.' સૂત્રોના જણાવ્યા મુજબ'આ ફિલ્મમાં તેમની દિલથી હસતી સ્ત્રીની ભૂમિકા છે.આ જુલિયેટ રણમાં જંગલી ફુલો જેવી છે.'આ ફિલ્મમાં દિપિકાએ કો-સ્ટાર સાથે ગંભીર ઉત્તેજક ક્ષણો પણ કરી છે. આ ફિલ્મનું કચ્છમાં શૂટીંગ કરાશે.ત્યારે દિપિકા ટૂંક સમયમાં જ પાત્રની આંતરિક દુનિયામાં પ્રવેશ કરશે.જે તેમના માટે સરળ પણ નથી. રામલીલાના નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ,'તેમનું સંપૂર્ણ વ્યક્તિત્વ બદલાશે તેવી એસએલબીએ અપેક્ષા પણ સેવી છે.'