દીપિકા અને સલમાન સાથે મળીને લગાવશે 'કીક'?

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જો બધું સમસુતરૂ પાર પડી જશે તો બોલિવૂડને એક ફ્રેશ જોડી મળશે.કારણ કે સાજીદ નડીયાદવાલાની નિર્દેશક તરીકેની પ્રથમ ફિલ્મ 'કીક'માં સલામાનની સામે દીપિકા પાદુકોણને સાઇન કરવમાં આવે તેવી શક્યતા છે.આ પહેલા દીપિકાને 'હાઉસફુલ'માં નિર્માતા સાજીદ નડીયાદવાલા સાથે કામ કરવાનો પણ સારો અનુભવ છે.તેમજ તે સલમાનની સાથે કામ કરવા પણ ભારે આતુર છે. સાથે આ ફિલ્મ માટે સોનાક્ષીસિંહા અને એન્જેલા જોન્સનના નામો પણ ચર્ચાયા હતાં.પરંતુ,આ ભૂમિકા માટે દીપિકાને મજબૂત દાવેદાર માનવામાં આવે છે.તેમણે તેની કારકિર્દીની શરૂઆત 'ઓમ શાંતિ ઓમ'માં શાહરૂખ સાથે કરી હતી અને રોહીત શેટ્ટીની આગામી ફિલ્મ 'ચેન્નઇ એક્સપ્રેસ' પણ તે કીંગ ખાન સાથે કરી રહી છે.તેમ છતાં તે પહેલેથી જ સલમાન સાથે કામ કરવા આતુર છે. 'કોકટેલ'ની સફળતા બાદ તેનામાં સાજીદ નડીયાદવાલા સાથે આ બિગ બજેટ ફિલ્મ્સ કરવાનો ભરપૂર આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. સલમાનની એક બાદ એક વિક્રમજનક સફળતાને જોતા તે આ ફિલ્મનો હિસ્સો બનાવ માટે ઉત્સુક છે અને આ બાબત કોઇ માટે આશ્ચર્યજનક પણ નથી રહી.