રણવીરસિંહ અનુષ્કા વચ્ચે ત્રણ વર્ષ સુધી ચાલેલા સંબંધોનો અંત આવ્યા બાદ રણવીરે રડવા માટે કોઇનો ખભો શોધી લીધો હોય તેમ લાગી રહ્યું છે.તે બીજુ કોઇ નહી પણ તેની 'રામલીલા'ની કો સ્ટાર દીપિકા પાદુકોણ છે!
ગત બુધવારના રોજ દીપિકા અને રણવીર એક રેસ્ટોરન્ટમાં સાથે જોવા મળ્યા હતા ત્યાર બાદ જુહુના ચંદન સિનેમામાં 'એક થા ટાઇગર' જોવા માટે રણવીર નિર્દેશક શાદ અલી સાથે ગયો હતો બાદમાં દીપિકા પણ તેની સાથે પહોંચી ગઇ હતી.
બે સપ્તાહ પહેલાં જ રણવીર અને અનુષ્કા વચ્ચેના સંબંધોનો અંત આવ્યો હતો તો બીજી તરફ સંજયલીલા ભણશાલીની 'રામલીલા'ના વર્કશોપ પર રણવીર અને દીપિકા ની મુલાકાત થઇ હતી. 'રામલીલા'માં બન્નેની જોડી પ્રથમવાર સાથે કામ કરી રહી છે. તેમજ માત્ર ટૂકા ગાળામાં જ તેઓ એક બીજાને પસંદ પણ કરવા લાગ્યા છે. સાથે-સાથે શાદ અલીના ઘર પર બન્ને પાર્ટીમાં પણ ગયા હતા અને મોડીરાત સુધી પાર્ટીની મજા માણી હતી. સૂત્રોએ જણાવ્યા મુજબ રણવીર અને અનુષ્કાના બ્રેક પાછળ દીપિકા ની કોઇ ભૂમિકા નથી પણ એક વાત ચોક્કસ છે કે બન્ને એક બીજાને પસંદ કરે છે અને આ બન્ને વચ્ચે કંઇક ખીચડી તો પાકી રહી છે.
Related Articles:
શું પ્રાચી દેસાઇ પણ દીપિકા કરતાં આગળ નિકળી ગઈ?
દીપિકા ફસાઇ ધર્મસંકટમાં: રોહિત શેટ્ટી કે ફરાહ ખાન?
ભણસાલીએ કરિનાને કરી બહાર, દીપિકા બનશે 'રામલીલા'ની 'જુલિયટ'
દીપિકા-ડાયનાની અદાઓ દર્શકો ખુશ, 'કોકટેલ'ની કમાણી 36 કરોડ
પારદર્શક સાડી પહેરીને ફંક્શનમાં છવાઈ ગઈ હોટ દીપિકા!
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.