ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ થઈ 'બરફી'

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફિલ્મરસિયાઓને 'બરફી' ફિલ્મ ઘણી જ પસંદ આવી છે. આ ફિલ્મમાં રણબિર કપૂર, પ્રિયંકા ચોપરા અને ઈલેના ડિક્રૂઝ છે. આ ફિલ્મમાં આ ત્રણેય કલાકારોએ અદભૂત પર્ફોમન્સ આપ્યું છે. હવે, આ ફિલ્મને લઈને એક મોટા સમાચાર છે. આ ફિલ્મને ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી છે. 'બરફી' ભારત તરફથી વિદેશી ભાષાની કેટેગરી માટેની સત્તાવાર એન્ટ્રી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી રહી છે. આ ફિલ્મમાં હટકે લવસ્ટોરી છે. રણબિર મૂક-બધિર છે, જ્યારે પ્રિયંકાએ ઓટિઝમગ્રસ્ત યુવતીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મે એક અઠવાડિયામાં 58.6 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મના ડિરેક્ટર અનુરાગ બાસુ અને યુટીવી મોશન પિક્ચર્સે આ ફિલ્મનું નિર્માણ કર્યું છે.
Related Articles:
\'લવ આજ કલ\',\'બરફી\' જોઇને રણબીર પર \'ફીદા\' થઇ દીપિકા
મીઠાઇની માણી મજા,દર્શકો 50 કરોડની \'બરફી\' ઝાપટી ગયા
કમાણીમાં પણ ગળી સાબિત થઈ રણબિર કપૂરની \'બરફી\'
પ્રિયંકાએ ખોલી નાખી \'બરફી\' રણબિરની એક પોલ!
તસવીરોમાં જૂઓ કેટલી મીઠી છે આ \'બરફી\'