સત્સંગથી જીવનમાં સાચું સુખ પ્રાપ્ત થાય છે: આશારામ બાપુ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડમાં આશારામ બાપુના પૂર્ણિમા દર્શન સત્સંગ કાર્યક્રમમાં ભકતોની ભારે ભીડ સત્સંગ એ જીવનનું અમૃત છે,સત્સંગથી સાચી સમજ આવે છે તેમજ પોતાની ભૂલો સમજાય છે.સત્સંગનો ખૂબજ મહિ‌મા છે.જેનાથી થતા લાભ વેદ પુરાણો પણ કરી શકતા નથી, એટલે જ શાસ્ત્રોમાં કહ્યુંછે,કે વરસાદ અમાપ વરસે છે.એવીજ રીતે પચાસ વરસની સાધનાથી જે ફળ મળે છેતે અડધી ઘડીના સત્સંગથી મળે છે.સત્સંગથી જીવનમાં સાચુ સુખ પ્રાપ્ત થાય છે. સાચા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે અને સમાજમાં સત્સંગના પ્રભાવથી પોતાની સાથે અન્ય લોકોના પણ જીવન ઉન્નત થઇ જાય છે. જેના જીવનમાં સત્સંગ નથી તે ઇન્દ્વિય વિષયક વિકારો,આવેગો અને સંસારના નશ્વરભોગોને પ્રાપ્ત કરવા,તેને ટકાવી રાખવા માટે અવશ્ય કુશંગ કરે છે અને અંતે અનંત વાસનાઓની પૂર્તિ‌ કરતા કરતા મહામુલુ માનવ જીવન ખપાવી દે છે. સત્સંગમાં એક એક ડગલું ચાલીને જવાથી એક એક યજ્ઞ કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે,એમ વલસાડના શાંતિનગર ખાતે પૂર્ણિમા દર્શન સત્સંગ કાર્યક્રમમાં સંતશ્રી આશારામ બાપુએ શ્રધ્ધાળુઓને સંબોધતા જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યુ કે સંતના સાંનિધ્યથી એક સાથે ચાર ચાર યોગ કરવાના લાભ પ્રાપ્ત થાય છે.સત્સંગનું શ્રવણ કરવાથી જ્ઞાનયોગ,સામુહિ‌ક કર્તિનથી જપયજ્ઞ,શ્રધ્ધાપૂર્વક બોલવાથી ભકિત યોગ અને સેવા કરવાથી કર્મયોગનું ફળ પ્રાપ્ત થાય છે.મૃત્યુલોકમાં સત્સંગ જ પરમાત્મા પ્રાપ્તિનું સરળ અને સાચું સાધન છે. ભગવંતસ્વરૂપનું વર્ણન કરતા તેમણે જણાવ્યું કે, દરેકે ભગવાનની પ્રતિક્ષા નહી પરંતુ સમીક્ષા કરવી અને ભગવાનના સ્વરૂપ વિશે જાણવું જોઇએ.ભારતીય સંસ્કૃતિના વૈદીક મંત્રની શકિત ઉપર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું કે, યંત્ર કરતા મંત્રનો પ્રભાવ અનેક ગણો હોય છે. ગુરૂમંત્રના જાપથી નાનામાં નાનો વ્યકિત પણ મહાન બની શકે છે.ઓમકાર મંત્ર સર્વ મંત્રોનો સેતુ છે.ઓમકાર પરમાત્માનું સ્વભાવિક ધ્વનિ છે. આ મંત્રના રૂષિ સ્વંય પરમાત્મા છે.ઓ અને મ વચ્ચેનુંખાલી સ્થાન છે તે પરમાત્મા છે. સાથે તેમણે ધર્મ અને સુસંસ્કારોનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, જેના જીવનમાં ધર્મ, ધ્યાન,યોગ, પ્રાણાયામ છે તે આત્મસુખ વર્તમાનમાં પણ અનુભવે છે. ૨ જૂને શ્રધ્ધાળુઓને વૈદિક મંત્રની દિશા અપાશે સત્સંગ કાર્યક્રમ દરમિયાન ૨ જૂનના દિવસે સત્સંગ સ્થળ ઉપર બાપુ દ્વારા સવારે ૬થી ૯ દરમિયાન વિદ્યાર્થીઓને સારસ્વત્ય મંત્રની દિક્ષા અને શ્રધ્ધાળુઓને વૈદીક મંત્રની દિક્ષા અપાશે. સત્સંગમાં આવેલા શ્રધ્ધાળુઓને કેશુડાનું ઝાડ અને ફુલોના રસનું સરબત આપવામાં આવ્યું હતું. આશારામ બાપુએ શ્રધ્ધાળુઓની વચ્ચે વિશેષ ભકિતધામ ટ્રેન દ્વારા આવી પહોંચી સત્સંગની વર્ષા કરી હતી.