ચીજગામમાં રાત્રિ ક્રિકેટ ટુર્ના.નો થયેલો પ્રારંભ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીજગામ ક્રિકેટ ક્લબ દ્વારા કાંઠાના ગામો પુરતી મર્યાદિત રાત્રિ ક્રિકેટ ટુનૉમેન્ટનું આયોજન ચીજગામમાં કરાયું છે. આ ટુનૉમેન્ટની ઉદ્ઘાટનવિધિ અમ્રતભાઇ સી.પટેલ દ્વારા બેટિંગ કરાવી સંપન્ન થઇ હતી. ચીજગામમાં મર્યાદિત આઠ ઓવરની રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અત્રેના સી.સી.સી. ક્રિકેટ મેદાન ઉપર કરાયું હતું. ચીજગામ ક્રિકેટ ક્લબ દ્વારા આયોજિત આ ટુનૉમેન્ટની ઉદ્ઘાટનવિધિ સ્પોન્સરર અમ્રતભાઇ સી.પટેલના હસ્તે મંગળવારે કરવામાં આવી હતી. અતિથિવિશેષ તરીકે સુરેશભાઇ જોગી, મુખ્ય મહેમાન પુષ્પાબેન, પલકકુમારી તથા દિલીપ પટેલ, કરણભાઇ હરીયાણી, મનીષભાઇ પટેલ , મગનભાઇ પટેલ તથા મહાનુભાવો હાજર રહ્યાં હતા. ટુનૉમેન્ટની ઉદ્ઘાટન મેચ જલાલપોર અને નવસારીની ટીમ વચ્ચે રમાઇ હતી, જેમાં જલાલપોરની ટીમે પ્રથમ દાવ લઇ ૮ ઓવરમાં ૫૮ રન કર્યા હતા. જવાબમાં નવસારીની ટીમે ૮ ઓવરમાં માત્ર ૪૬ રન બનાવ્યાં હતા. આ ટુનૉમેન્ટની પ્રથમ મેચમાં જલાલપોરની ટીમે વિજય હાંસલ કર્યો હતો. આ ટુનૉમેન્ટમાં ફાઇનલ વિજેતા ટીમને સ્પોન્સરર અમ્રતભાઇ તરફથી રોકડ ઈનામ રૂ.૧૧૧૧૧ તથા રનર્સઅપને અમિતભાઇ રમણભાઇ પટેલ તરફથી રૂ.૫૫૫૫ રોકડ પુરસ્કાર અપાશે. ઉદ્ઘાટન પ્રસંગે કરણભાઇ હરીયાણી તરફથી ચીજગામ ક્રિકેટ ક્લબને રૂ. ૫૧૦૦નું દાન પણ અપાયું હતુ. આભારવિધિ ક્રિકેટ ક્લબના ભાવેશ પટેલે કરી હતી.