અમેરિકા-સ્પેનની યુવતીઓને તો સુરત નાઇટ મેરેથોનમાં મજા પડી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતના ઇતિહાસમાં પહેલીવાર યોજાયેલી નાઇટ હાફ મેરેથોનમાં શનિવારે સુરતીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેઓ નાચ્યા, કૂદ્યા, દોડ્યા અને ચાલ્યા પણ.આખા શહેરભરમાંથી પરિવાર સાથે મેરેથોનમાં ભાગ લેવા લોકો આવ્યા હતા. લગભગ ૪૦,૦૦૦ સુરતીઓએ ભાગ લીધો હતો.
ટુકમાં સુરતીઓએ શનિવારે રાત્રે ભરપુર મનોરંજન કર્યુ હતું.આખા કાર્યક્મની ઉડીને આંખે વળગે તેવી વાત એ હતી કે માત્ર ઓરિજનલ સુરતીઓ જ નહી, પણ બહારગામથી આવીને સુરતને કર્મભૂમિ બનાવનારા રાજસ્થાની, પંજાબી, સિંધી, અગ્રવાલ, મરાઠી, સૌરાષ્ટ્રવાસી કે બિહારી, ઉત્તર ભારતીય કે દરેક સમાજના લોકો પોતાની ઇવેન્ટ સમજીને જોડાયા હતા.
મૂળ અમેરિકાની પણ એક વર્ષથી સુરતમાં રહેતી કલેર અને કેટ ૧૦ કિ.મી.ની દોડમાં ભાગ લીધો હતો.તેમણે દિવ્યભાસ્કરેને જણાવ્યું હતું કે, અમે પહેલીવાર જોયુ કે આટલાબધા લોકો એકી સાથે ભેગા થઈ શકે છે અને આનંદ માણી શકે છે.અમને પણ ખુબ મજા આવી. તેમણે કહ્યું હતું કે મારી જિંદગીનો આ યાદગાર અનુભવ છે.