હવે એક કલીકથી મળશે સિટીના ડોક્ટર્સની ઇન્ફર્મેશન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(મોબાઇલ એપ્લિકેશન બનાવવામાં આવી તેની તસવીર)
વુમન આન્ત્રપ્રિન્યોર સ્નેહા ઠક્કર દ્વારા ‘કનોક ડોક’ નામે એક ફ્રી મોબાઇલ એપ્લિકેશન બનાવવામાં આવી
આ ફ્રી એપ્લિકેશન https://play.google.com/store/apps/details?id=com.thakker.knockdoc પરથી ડાઉનલોડ કરી શકાશે
સુરત: સ્નેહા ઠક્કરને એક વાર એક ઘટનાનો સામનો કરવો પડ્યો, જે ઘટના એને આ એપ્લીકેશન સુધી લઇ ગઇ. એક સાવ અજાણ્યા શહેરમાં એને અચાનક ડોક્ટરની જરૂરિયાત ઊભી થઇ અને એણે ખુબ જ તકલીફનો સામનો કરવો પડ્યો, આવી જ પરિસ્થિતિનો ભોગ બીજા બને નહીં અને કોઇ પણ શહેરમાં કોઇપણ ડોક્ટરની માહિતી એક જ િકલકથી મળી રહે તે માટે સ્નેહા ઠક્કરે ‘કનોક ડોક’ નામની એક એપ્લિકેશન બનાવી. આ એપ્લિકેશનથી ૧૧ શહેરોના તમામ પ્રકારના ડોક્ટરની માહિતી અને એપોઇન્ટમેન્ટ સરળતાથી યુઝર્સને મળી રહે છે. કનોક ડોક એપ્લિકેશનથી નિષ્ણાંત ડોક્ટર્સનું લીસ્ટ, ડોક્ટર્સ ઇન્ફોgર્મેશન, એપોઇન્ટમેન્ટ, રિવ્યુ જેવી સુવિધા આપવામાં આવી છે.
આવી રીતે આવ્યો એપ બનાવવાનો વિચાર
સ્નેહા ઠક્કરે કહ્યુ હતું કે ‘આ એપ્લિકેશન બનાવાનો આઇડિયા મને એક ઘટના પરથી આવ્યો, ટ્રાવેલિંગ દરમિયાન મારા ફાધર ઇન લોનું તબીયત ખરાબ થતા, અમને ડોક્ટરની માહિતી મેળવવા માટે ખુબ જ મુશ્કેલી પડી હતી. જેમ તેમ ડોક્ટર પાસે પહોંચતા અમને લગભગ એક કલાક રાહ જોવી પડી હતી, ત્યારે મને વિચાર આવ્યો કે ઇમરજન્ર્સીમાં ડોક્ટરની સુવિધા મેળવવા માટે એક એપ્લિકેશન હોવી જોઇએ, જેથી મે કનોક ડોક નામની એપ્લિકેશન બનાવી હતી.

એક કોલથી ડોક્ટરને ઘરે બોલાવી શકાશે
કનોક ડોક એપ્લિકેશનમાં ‘ડોક્ટર્સ ઓન ધ કોલ’ સુવિધા આપવામાં આવી છે, આ સુવિધાથી હાલના લોકેશન નજીકના ડોક્ટર્સનું લીસ્ટ સર્ચ કરી શકાય છે, તેમાં આપવામાં આવેલા એડ્રેસ કે પછી મોબાઇલ નંબર પર ડાયરેકટ કોલ કરીને ડોક્ટરને ઘરે બોલાવી શકાય છે.
રિવ્યુ અને રેટિંગ પણ આપવામાં આવે છે
કનોક ડોક એપ્લિકેશનમાં ડોક્ટર્સ રિવ્યુ અને રેટિંગની સુવિધા પણ આપવામાં આવી છે, યુઝર્સે કોઇ પણ ડોક્ટરની સર્વિસ બદલ એપ્લિકેશનમાં એક થી પાંચ સુધીનું રેન્ટિંગ આપી શકે છે તેમજ તેમના મંતવ્યો પણ આ એપ્લિકેશનમાં આપી શકે છે. રેન્ટિંગ પરથી ડોક્ટર્સને જજ કરી શકાય છે.