ચાલુ કાર રોડ પર એકાએક સળગી, પિતા-પુત્ર ઉગરી ગયા!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઘોડદોડ રોડ સરેલાવાડીની પ્રતિષ્ઠા સોસાયટી ખાતે રહેતા ભાવેશ રમેશભાઈ ચોક્સી તેના પુત્ર દર્શન સાથે રવિવારે સવારે ઘરેથી પોતાની ફોર્ડ આઈકોન કાર નંબર-જીજે-પ-સીબી-૪૩૨૭માં નીકળ્યા હતાં. તેઓ ભટાર રોડ પર પાર્ટી પ્લોટ પાસેથી પસાર થતા હતા ત્યારે કારમાંથી ધુમાડો નીકળવા માંડયો હતો. ભાવેશભાઈ કારને થોભાવીને પુત્ર સાથે તુરંત બહાર નીકળી ગયા હતાં. બહાર નીકળતા જ કારમાં આગ પકડી લીધી હતી, જોતજોતામાં આખી કાર સળગી ઉઠી હતી. ફાયરબ્રિગેડને જાણ કરાતા લાશ્કરોએ આગ ઓલવી હતી પરંતુ કાર આખી ખાખ થઈ ચુકી હતી.

જુઓ સળગતી કારની તસવીરો