તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Bharuch dahej Ankleshwar rajpipla Train Starts From Monday

માત્ર ૧પ રૂ.માં ૬૨ કિમીની મુસાફરી, ટ્રેન ૮ કોચ સાથે સોમવારથી શરૂ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ભરૂચ-દહેજ અને અંકલેશ્વર-રાજપીપળાની સફર ૩૦૦ થી ૪૦૦ ટકા સસ્તી
- માત્ર ૧પ રૂપિયામાં બન્ને જિલ્લાનાં મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરી શકશે
- સોમવારથી બન્ને રેલવે સેવાનો રેલમંત્રી મલ્લિકાર્જુન ખરગે પ્રારંભ કરાવશે
રેલવે મંત્રી મલ્લિકાર્જુન ખરગે દ્વારા સોમવારથી ભરૂચ-દહેજ મેમુ અને અંકલેશ્વર-રાજપીપળા પેસેન્જર ટ્રેન સેવાની શરૂઆત કરાવવા સાથે જ બન્ને જિલ્લાની પ્રજા હવે ટ્રેનની મુસાફરી થકી ૩૦૦થી ૪૦૦ ટકા વધુ સસ્તી મુસાફરી કરી શકશે. બન્ને ટ્રેનના ભાડા માત્ર પથી લઇ ૧પ રૂપિયા જ રાખવામાં આવ્યા હોવાથી એસ.ટી. બસની સરખામણીએ મુસાફરોને ચાર ગણો આર્થિ‌ક ફાયદો થશે.
ભરૂચ-દહેજ અને અંકલેશ્વર-રાજપીપળા વચ્ચે ટ્રેન સેવા કાર્યરત નહિ‌ હોવાથી વિદ્યાર્થીઓ, વેપારીઓ, નોકરીયાત સહિ‌ત મુસાફરોને વધુ નાણા ખર્ચી એસ.ટી. બસો તેમજ ખાનગી વાહનોમાં જ મુસાફરી કરવી પડતી હતી. સોમવારથી ભરૂચ-દહેજ મેમુ અને અંકલેશ્વર-રાજપીપળા પેસેન્જર ટ્રેન સેવા શરૂ થઇ જતા બન્ને જિલ્લાનાં મુસાફરોને હવે ટ્રેનમાં ૪૦૦ ટકા સસ્તી મુસાફરીનો લાભ મળી રહેશે.

અહીંથી આગળ વાંચવા તસવીરો બદલો...
તસવીરો: વિકી જોષી