લેડી ગાગા અને તેનો પ્રેમી ટેલર બંધાયાં લગ્નના બંધનમાં

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લેડી ગાગાના વિડીયો 'યુ એન્ડ આઇ' માં તેના અને તેના પ્રેમી 'વેમ્પાયર ડાયરી' સ્ટાર ટેલર કીનીનાં લગ્ન જોવા મળે છે. 26 વર્ષની સિંગર ગાગાએ તેના મ્યુઝિક વિડીયો સમયે જ લગ્ન કરી, તેના અને ટેલર વચ્ચેના સંબંધોની ગંભીરતા છતી કરી છે. ગાગા અને ટેલર લગભગ છેલ્લા એક વર્ષથી ડેટ કરી રહ્યાં હતાં અને હવે બે જણાંએ 'યુ એન્ડ આઇ'ના પ્રમોશન સમયે જ વર-વધુનાં કપડાંમાં સજી-ધજી, તેમના પ્રેમને સાબિત કરી દીધો છે. પોપ સ્ટાર સફેદ ગાઉન અને આંતરો પહેરીને કીનીને કિસ કરી રહી છે. કીનીએ પણ સફેદ શૂટ પહેર્યો હતો. ફેશન ફિલ્મ્સની શ્રેણી માટે કરવામાં આવેલા વિડીયોમાં ગાગા તેના પણ કર્ણપ્રિય અવાજનો સ્વાદ અર્પી રહી છે. થોડા સમય પહેલાં એવી વાત બહાર આવી હતી કે, ગાગાના સંબંધો હજુ પણ તેના પૂર્વ-પ્રેમી લુસ કાર્લ સાથે યથાવત છે.
Related Articles:
ભાગ્યેજ જોવા મળતી લેડી ગાગાની તસવીરો
શું લેડી ગાગા લગ્ન કરી રહી છે?
દર્શકો કંટાળી ગયા છે હવે લેડી ગાગાના ન્યૂડ ફોટોઝથી
ઓહહ...નગ્ન લેડી ગાગા તરફ એક નજર તો કરો