શું લેડી ગાગા લગ્ન કરી રહી છે?

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લેડી ગાગાને ક્યારેય પણ તેના અને ટેલર કીનીના સંબંધો વિશે પ્રશંસકો સાથે શેર કરવાનું ગમતું નથી. તે આ વિશે કઈં પણ કોઇને કહેતી ન હોવા છતાં, બધાને ખબર પડી જાય છે. છેલ્લા એક વર્ષથી આ બંન્ને ડેટિંગ કરી રહ્યાં છે અને તેમનો સંબંધ આગળ વધી રહ્યો છે. બંન્ને જણાં તેમના સંબંધો વિશે ખૂબજ સિરિયસ છે. થોડા મહિના પહેલાં, ટેરી રિચાર્ડે ગાગાની એન્ગેજમેન્ટ રીંગનો ફોટો પાડ્યો હતો. સિંગરે સગાઇ કરી લીધી છે, એ વાત શું ખરેખર સત્ય છે? ગાગા અત્યારે શૉપિંગમાં વ્યસ્ત છે. મધર મોન્ટર નામની સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર ગાગાએ તેના કેટલાંક ફોટોઝ અપલોડ કર્યાં છે. તેમાં તે અલગ જ કપડાંમાં જોવા મળે છે. તેની એક મિત્રના લગ્નની ખુશીમાં આ સિંગર પણ વેડિંગ ડ્રેસમાં જોવા મળે છે. ગાગાએ નીચે કમેન્ટ કરી છે, "મારી બેસ્ટ ફ્રેન્ડના લગ્ન છે એટલે કપડાં ટ્રાય કરી રહ્યાં છીએ." લેડી ગાગા એ વાતને છુપાવવા પ્રયત્ન કરી રહી છે કે, તે બ્રાઇડલ શોપમાં શું કરી રહી હતી? હજીસુધી કઈં કન્ફોર્મ નથી થયું પરંતુ, તે આજકાલ મર્મેડ સ્ટાઇલનાં કપડાંમાં જોવા મળે છે. તે ટેલર સાથે સંબંધના તાંતણે બંધાય તે સમય માટે આ ડ્રેસ પરફેક્ટ પસંદ બની શકે છે. બંન્ને જણાં તેમના સંબંધને હજી પણ નકારી રહ્યાં છે.