ફેન્સને ખુશ કરવા માટે ફરી બેશરમ બની ગઈ લેડી ગાગા!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાગાએ ટ્વિટર પર પોતાનો એક અજીબોગરીબ ફોટો અપલોડ કર્યો છે ગાગા ક્યારેય કોઈ પણ પ્રકારના વિચિત્ર કપડા પહેરતા નથી ડરતી. તે કોઈની પરવા પણ નથી કરતી. ગાગાના કપડાં ઘણા બધાને ચોંકાવી દે તેવા હોય છે, પણ ગાગાને આ બધાનો કોઈ ફેર પડતો નથી. તે તો બસ પોતાના ફેન્સ માટે કંઇક અવનવુ કરતી રહે છે. ગાગા હવે તાજેતરમાં સિડનીની ટૂર પછી મેલબોર્ન પહોંચી છે. ત્યાં પહોંચતા જ ગાગાએ પોતાના ફેન્સ માટે એક જબરદસ્ત ધમાકો કરી દીધો છે. ગાગએ ટ્વિટર પર પોતાનો ફોટો અપલોડ કર્યો છે, જેમાં તે માત્ર લેસવાળી લોન્જરી પહેરેલી દેખાય છે. ગાગાએ આ ફોટો પોતાના પેજ પર અપલોડ કર્યો છે. 26 વર્ષની થઈ ચૂકેલી પોપસ્ટાર લેડી ગાગા તસવીરમાં ખાસ્સી ઉત્તેજક દેખાઈ રહી છે. તસવીરમાં તેની મોટી મોટી પાંપણો અને ચમકદાર લાલ હોઠ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ગાગાએ લખ્યું છે, ‘અરે મેલબોર્ન, અમે અહીંયા છીએ. અમે તને સાંભળી શકીએ છીએ. ચર્ચનો બેલ શું અમારા માટે વાગી રહ્યો છે? પોપના શૈતાનો શું અહીંયા છે?’ ગાગાની આ અપડેટ જોઇને તો એવું જ લાગે છે કે તેનું વેલકમ અહીંયા બહુ જ સરસ રીતે થયું છે.