એવી તે ક્યાં મશગૂલ છે દીપિકા કે તેને શ્વાસ લેવાનો સમય નથી!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તે અત્યારે ખાસ ધ્યાન રાખી રહી છે કે શૂટિંગની ડેટ્સ ન ટકરાય એ વાતને કોઈ નકારી શકે તેમ નથી કે આજકાલ અભિનેત્રી દીપિકા પાદુકોણ બહુ જ બિઝી છે. આ બ્યુટીફૂલ બેબ અત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખી રહી છે કે તેની ફિલ્મોના શૂટિંગની તારીખો એક બીજા સાથે ક્રોસ ન થાય. છેલ્લી ફિલ્મ ‘દેસી બોય્ઝ’ કર્યા પછી દીપિકાએ કોઈ જ બ્રેક લીધો નથી. અત્યારે તો તે સૈફ અલીખાનની હોમ પ્રોડક્શન ફિલ્મ ‘કોકટેલ’માં ખાસ ધ્યાન આપી રહી છે. સૈફની ફિલ્મનું શૂટિંગ ન હોય ત્યારે તે તરત અયાન મુખર્જીની ફિલ્મ ‘યે જવાની હૈ દિવાની’ના શૂટિંગમાં લાગી જાય છે. આ ફિલ્મમાં તેની સાથે કો-એક્ટર તરીકે રણબીર કપૂર કામ કરી રહ્યો છે. હવે તમે જ વિચારી લો આટલા વ્યસ્ત શૂટિંગમાં દીપિકાને શ્વાસ લેવાનો પણ સમય ક્યાંથી મળે? વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે