દીપિકા વેચવા માંગે છે સિદ્ધાર્થ સાથે જોડાયેલી યાદ!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીપિકા પોતાનું પ્રિય ઘર પણ હવે કાઢી નાંખવા માંગે છે હજુ 6 મહિના પહેલા જ દીપિકા પાદુકોણે પોતાના નવા ઘરની ખુશીમાં હાઉસ વોર્મિંગ પાર્ટી આપી હતી. હવે ખબર છે કે દીપિકા પોતાના પ્રભાદેવી લક્ઝરી હાઈરાઇઝને વેચવા માંગે છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે દીપિકાએ આ એપાર્ટમેન્ટ એ સમયે ખરીદ્યુ હતું, જ્યારે તે સિદ્ધાર્થ માલ્યા સાથે ડેટિંગ કરી રહી હતી. હવે જ્યારે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે, ત્યારે દીપિકા સિદ્ધાર્થ સાથે જોડાયેલી કોઈ પણ યાદને પોતાની સાથે રાખવા નથી માંગતી. દીપિકા 30મા માળે આવેલા પોતાના સુંદર એપાર્ટમેન્ટમાં હવે વધુ રહેવા માંગતી નથી. આ ઘર માટે રિયલ એસ્ટેટ એજન્ટ્સ ખરીદનારા શોધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ઘરને દીપિકાએ પોતાની પસંદગીથી શણગાર્યું છે. અહીંની દરેક ચીજમાં પોતાનો એક પર્સનલ ટચ છે.