PHOTOS: એવી કોન્સેપ્ટ કાર્સ જેમણે બદલી નાંખ્યો મોટરકાર્સનો ઇતિહાસ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે તમે જે પૂરપાટ ઝડપે દોડતી કારો જોઇ રહ્યાં છો તે શું 100 વર્ષ પહેલા હતી? જવાબ મળશે ના, તો આ કારોનું રૂપ કેવી રીતે બદલાયું? સમયની સાથે માણસે દરેક ક્ષેત્રમાં પ્રયોગો કર્યા અને તેના સારા-નરસા પરિણામો સામે આવ્યાં. આમ કારોના કોન્સેપ્ટને લઇને પણ ઘણા બધા એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા તથા સતત થઇ રહ્યાં છે. આજે તમને જણાવી રહ્યાં છીએ એવી કેટલીક કોન્સેપ્ટ કાર્સ વિશે જેમણે દુનિયાને કંઇક નવું અને અલગ આપ્યું. આ જે શાનદાર કાર તમે જોઈ રહ્યાં છો તે બીએમડબ્લ્યુની એક કોન્સેપ્ટ કાર છે જેને 2009માં બનાવવામાં આવી હતી. આ કારને એવી રીતે બનાવવામાં આવી હતી કે ભવિષ્યમાં તેને ઇલેક્ટ્રિક કારના રૂપમાં બજારમાં લાવી શકાય.