આ કાર્સ અમિતાભનાં ઘરની શાનમાં લગાવે છે ચાર ચાંદ
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન છેલ્લા 40 વર્ષથી બોલીવુડમાં સતત સુપરહિટ ફિલ્મો આપી રહ્યાં છે. અમિતાભ બચ્ચન લક્સરી કાર્સના શોખીન છે અને તેમની પાસે લગભગ એક ડઝન મોટરકાર્સ છે. આ મોટરકાર્સમાં સૌથી ખાસ છે રોલ્સ રોય્સ જે વિધુ વિનોદ ચોપરાએ 'એકલવ્ય' માં અભિનવ કરવા પર ભેટ આપી હતી. સૌથી દિલચસ્પ વાત એ છે કે અમિતાભ પાસે કુલ 11 લક્સરી કાર્સ છે અને તેમનો જન્મ દિવસ પણ 11 ઓક્ટોબરે આવે છે. જુઓ તસવીરો અને જાણો અમિતાભ પાસે કઇ-કઇ મોટરકાર્સ છે.