હવે સ્માર્ટફોન દ્વારા થશે બીમારીનો ઈલાજ!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વૈજ્ઞાનિકોએ સ્માર્ટફોન માટે ઈલેક્ટ્રોનિક નોઝ ઉપકરણ બનાવવાનો દાવો કર્યોછે હવે સ્માર્ટફોન દ્વારા બીમારીનો ઈલાજ કરી શકાશે. વૈજ્ઞાનિકોએ સ્માર્ટફોન માટે ઈલેક્ટ્રોનિક નોઝ ઉપકરણ બનાવવાનો દાવો કર્યોછે. આ ઈલેક્ટ્રિક નોઝ દ્વારા દર્દીના શ્વાસનું પરીક્ષણ કરીને બીમારીનો ઈલાજ કરી શકાશે. આ ટેક્નિકનું પરીક્ષણ કેલિફોર્નિયા ટેક્નિક સંસ્થાનની ટીમ કરી રહી છે. આ ટેક્નિકને વૈજ્ઞાનિકોએ સંવેદી બાષ્પ ટેક્નિક એવું નામ આપ્યું છે, જે માનવીના નાકની જેમ જ સુગંધનો પત્તો લગાવી શકે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેનાથી તે વહન કરવા યોગ્ય, સરળતાથી લઈ જવા યોગ્ય પ્રણાલિ અને એક આદર્શ અત્યાધુનિક સ્માર્ટફોન એપ્લીકેશન બનશે.