બિઝનેસ મોડલ ગરીબોને ફાયદો થાય એવું બનાવો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલ તે ગ્રેજ્યુએશન અંતર્ગત ફર્સ્ટ યરનો અભ્યાસ કરી રહી છે. તેના રૂમમાં ૫૦૩ ઢીંગલી સજાવાયેલી છે. જાતભાતની ઢીંગલીઓથી ભરેલા તેના રૂમને જોઈને કોઈ પણ તે યુવતી વિશે કહી શકશે કે, તે અમીર માતા-પિતાની બગડેલી ઓલાદ છે. તેના પિતા એક પ્રાઈવેટ ફર્મમાં એકાઉન્ટન્ટ છે. તેને બાળપણથી જ સિંગિંગ કલાસમાં મોકલવામાં આવી. જ્યારે તે પાંચ વર્ષની હતી ત્યારે પિતા સાથે તે એકવાર રેલવે સ્ટેશન ગઈ હતી. ત્યાં તેણે એક વિકલાંગ છોકરાને ફર્શની સફાઈ કરતો જોયો. તેણે પોતાના પિતા પાસે તે છોકરાને આપવા પૈસા માગ્યા. આ સાંભળી તેના પિતાએ તેને ગીત ગાવાનું કહ્યું. તેનું ગીત સાંભળી આસપાસ ઊભેલા લોકો પણ પ્રભાવિત થયા અને તેમણે તે છોકરાને પૈસા પણ આપ્યા. આ જોઈને તેના મનમાં વિચાર આવ્યો કે, તે પોતાના અવાજ દ્વારા જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકે છે. એક ટીવી ચેનલ પર પાંચ વર્ષના છોકરા લોકેશની મર્મસ્પર્શી ગાથા બતાવાતી હતી, જેને હૃદયની સર્જરી માટે આર્થિક મદદની જરૂર હતી. બધાએ તે સમાચાર જોયા, પરંતુ માત્ર બે જ લોકો તેની મદદે આવ્યા. એક તો આ યુવતી અને બીજા માણસ હતા બેંગલુરુના કાર્ડિયોલોજિસ્ટ દેવી પ્રસાદ શેટ્ટી, જેમણે બાળકની મફત સર્જરી કરી. તે જ દિવસથી આ યુવતીનું ગરીબ દર્દીઓની હાર્ટ સર્જરી માટે ફંડ એકઠું કરવાનું અભિયાન શરૂ થઈ ગયું. તેની પ્રતીક્ષા સૂચિમાં હજુ ૬૨૧ હૃદયના દર્દી છે, જેમણે મદદ માગી છે. તેનું નામ છે પલક મુછાલ, જે મધ્યપ્રદેશના ઇન્દોરમાં રહે છે. વર્લ્ડ બેંક તથા પ્રાઈસ વોટરહાઉસ કૂપર્સના અધ્યયન અનુસાર ભારતમાં ગામડાના ઓછામાં ઓછા ૩૦ ટકા લોકો મોંઘા ઉપચારને કારણે હોસ્પિટલોમાં નથી જતા, જ્યારે ૪૭ ટકા ગ્રામીણ તેમજ ૩૧ ટકા શહેરી લોકોએ સારવાર માટે દેવું કરવું પડે છે કે પછી પોતાની પ્રોપર્ટી વેચવી પડે છે. ફંડા એ છે કે, આપણે એવું અસરકારક બિઝનેસ મોડલ અપનાવવું જોઈએ, જે ગામડાના ગરીબ અને નબળા વર્ગોની સ્વાસ્થ્ય સુવિધાઓને લગતી જરૂરિયાત પૂરી કરવાની સાથે સાથે થોડી કમાણી પણ કરી શકે. raghu@bhaskarnet.com મેનેજમેન્ટ ફંડા, એન.રઘુરામન