ઈતિહાસની સ્ટેમ્પ્સને સાચવી 'ઈતિહાસ’ બનાવતા તિમિર શાહ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ફિલાટેલિક કલેક્ટર તિમિર શાહ આર્કિયોલોજિ વિષય પર સ્ટેમ્પ્સ, પોસ્ટલ કવર્સ તથા સ્પેશિયલ કવર્સનું કલેક્શન ધરાવે છે.

ફિલાટેલિક કલેક્શન કરનારા લોકોની ખાસિયત એ હોય છે કે તેમાં વિષય આધારિત કલેક્શન જોવા મળે છે. શહેરમાં વિવિધ વિષય પર ફિલાટેલિક કલેકશન ધરાવતા લોકોમાં ન્યુ વાઆઇપી રોડ ખાતે રહેતા તિમિર શાહનું કલેક્શન નોંધનીય છે. પ વર્ષની ઉંમરથી ફિલાટેલિક કલેક્શનનો શોખ ધરવાત તિમિર શાહ પાસે દેશના આર્કિયોલોજી પર બહાર પડેલી સ્ટેમ્પ, ટપાલ, પોસ્ટલ કવર્સ, સ્પેશ્યિલ કવર્સ છે. આ કલેક્શન નેશનલ લેવલ પર પ્રસ્તુત થઇ ચૂકયું છે.

પોતાના કલેક્શન વિશે માહિ‌તી આપતા તિમિર શાહે જણાવ્યું હતું કે, 'મારા પિતા ઇન્દોરની એક કોલેજમાં પ્રોફેસર હતા અને ફિલાટેલીનું કલેક્શન કરતા હતા. તેમનાથી ઇન્સ્પાયર્ડ થઇને મેં પણ પ વર્ષની ઉંમરથી કલેક્શન કરવાની શરૂઆત કરી. વડોદરા આવ્યા બાદ મારા પિતાએ ૧૯૭પમાં ફિલાટેલિક સોસાયટીના સ્થાપના કરી. મારી પાસે શરૂઆતના વર્ષોમાં વિવિધ વિષયો પરનું કલેક્શન હતું. પરંતુ પાછલા ૧પ વર્ષોથી હું આર્કિયોલોજી વિષય પર કલેક્શન કરું છું. જેમાં દેશના પ્રસિદ્ધ સ્થાપત્યો, મંદિરો, કિલ્લા તેમજ અન્ય આર્કિયોલોજી સાઇટ્સ પર પ્રસિદ્ઘ થયેલું ફિલાટેલીક કલેક્શન છે.
વધારે રસપ્રદ માહિતી માટે ફોટો બદલો .........