વિષય આધારિત સ્ટેમ્પ્સનું કલેક્શન ધરાવતા પ્રશાંત પંડયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંગ્રહમાં વિવિધ રસપ્રદ સ્ટોરીઝ આધારિત કલેક્શન છે, જે બહુ રેર છે. તેમને ત્રણ ઇન્ટરનેશનલ મેડલ્સ અને સર્ટિ‌ફિકેટ પણ મળ્યાં છે.

શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા જાણીતા ફિલાટેલિસ્ટ પ્રશાંત પંડયાના કલેક્શનમાં રેર વિષયોનું ફિલાટેલિક કલેકશન છે. શહેરના આ પેશનેટ કલેક્ટર પાસે રેર વિષય પર કલકેશન છે. જેમાં 'સ્ટોરી ઓફ મિલ્ક’, 'રાજપીપળા સ્ટેટ’, 'બ્રિટિશ ઇન્ડિયા પોસ્ટલ સ્ટેશનરી’ અને 'ઇનોવેશન ઇન ૨૧ સેન્ચ્યુરી ઇન ઇન્ડિયન પોસ્ટલ સર્વિ‌સીસ’ વગેરેનો સમાવેશ થાય છે. તેમના મતે આ કલેક્શનની હોબીને આજકાલના યંગસ્ટર્સ અપનાવે અને અને જ્ઞાનમાં વધારો કરી શકે છે. આ માટે તેમણે 'એડયુટેઇનમેન્ટ’ નામ આપ્યું છે. તેનો મતલબ છે એજ્યુકેશન પ્લસ એન્ટરટેઇનમેન્ટ.
તેમણે જણાવ્યું કે, 'મને નાનપણથી જ કલેક્શનનો શોખ હતો. મારું વતન રાજપીપળા છે. શરૂઆત મેં પોસ્ટલ સ્ટેશનરીના કલેકશનથી કરી હતી. ૧૯૭૮માં રાજપીપળા ખાતે ફિલાટેલિક સોસાયટીની સ્થાપના કરી અને યંગેસ્ટ ફાઉન્ડર મેમ્બર બન્યો. જેમાં એક સમયે બ્રેક લાગી. ફરીથી ૯૦ના દાયકામાં શરૂઆત કરી. મારું કલેક્શન વિષયને આધારિત ઇતિહાસથી લઇ વર્તમાન સુધીના ફિલાટેલિક ડેવલપમેન્ટની માહિ‌તી દર્શાવે છે.’
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...