અમેરિકન લાડીને ગુજ્જુ વર, ફેસબુક પ્રેમ બાંધશે સાત જન્મના બંધને!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- અમેરિકાની ગૌરી ચરોતરના યુવક સાથે લગ્ન કરવા ગુજરાતમાં આવી પહોંચી હોય તેવી આ જ્વલ્લેજ જોવા મળતી ઘટના
- અમેરિકાની લાડી, બોરસદનો વર: સાત જન્મના બંધને બંધાશે
- ફેસબુકના માધ્યમથી પરિચય બાદ પ્રેમ પાંગર્યો
- અમેરિકાની હોસ્પિટલમાં નર્સની ફરજ બજાવતી જેનિફર બોરસદના કોલ સેન્ટરમાં નોકરી કરતાં મયંક સાથે લગ્નગ્રંથિથી જોડાવા બોરસદ આવી


એવું કહેવાય છે કે 'સગપણ તો સ્વર્ગમાં જ નક્કી થાય છે, ધરતી પર તો તેની ઉજવણી કરાઈ છે.' એનઆરઆઇ પંથક તરીકે જાણીતા ચરોતરમાંથી યુવતીઓ લગ્ન કરીને અમેરિકા, લંડન કે ઓસ્ટ્રેલિયા જાય એ વાત સામાન્ય બની ગઇ છે, પરંતુ અમેરિકાની ગૌરી ચરોતરના યુવક સાથે લગ્ન કરવા ગુજરાતમાં આવી પહોંચી હોય તેવી આ જ્વલ્લેજ જોવા મળતી ઘટના છે. અમેરિકાની ર૮ વર્ષીય નર્સ જેનિફર સાત સમુદ્ધ પાર કરીને આણંદ જિલ્લાના બોરસદના કોલ સેન્ટરમાં નોકરી કરતાં મયંક લખલાણી સાથે રવિવારે સાત જન્મના બંધને બંધાશે. વિશષ્ટિ પ્રકારના આ લગ્નને લઇને બોરસદમાં ખુશીનો માહોલ છવાયેલો છે. ફેસબુકના માધ્યમથી પરિચય બાદ મિત્રતામાં પાંગરેલો પ્રેમ હવે એકબીજાને જીવનસાથી બનાવી દેશે.

સાત સમુદ્ધ પાર અમેરિકાની યુવતી સાથે પ્રેમનાં પુષ્પો કેવી રીતે ખીલી ઊઠ્યાં તેનાં વિશે વાત કરતાં એકદમ રોમાંચક બની ગયેલા મયંક લખલાણીએ જણાવ્યું હતું કે 'વર્ષ ૨૦૧૨માં ૩જી નવેમ્બરે ફેસબુક પર જેનિફરને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જેનિફરે ૪થી નવેમ્બરે મારી રિકવેસ્ટ એક્સેપ્ટ કરી હતી. માત્ર દસ દિવસમાં ફેસબુક પર વિચારોની આપ-લેમાં એકબીજા એટલાં નજીક આવી ગયા કે ૨૧મી નવેમ્બરે જેનિફરે લગ્નના પ્રસ્તાવનો પણ સ્વીકાર કરી લીધો હતો. ગત વર્ષે બીજી ફેબ્રુઆરીના રોજ અમે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો અને રવિવારે (આજે) અમે લગ્નગ્રંથિથી જોડાવવાના છીએ.'

આગળ વાંચો, કેવી રીતે લીધો જેનિફરે લગ્ન કરવાનો નિર્ણય, સાસુના હાથનું ભોજન લાગ્યું સ્વાદીષ્ટ