અરે આ તો ભારે કરી, સાંઢ તોફાને ચડતા ઘુસી ગયો રીક્ષામાં!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે વહેલી સવારે દમણના દેવકા રોડ પર લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. લોકો અચાનક નાસભાગ કરી રહ્યા હતા જેની પાછળ જવાબદાર હતો એક સાંઢ. ભર બજારે સાંઢ તોફાને ચડતા તેણે દોટ મૂકી હતી અને બજારમાં પડેલ એક રીક્ષામાં તે ઘુસી ગયો હતો. રીક્ષનો કાચ પણ તૂટી ગયો હતો અને લોકો ઘટનાથી હતપ્રભ થઇ ગયા હતા.
આ બનાવ બન્યો ત્યારે ત્યાં હાજર રહેલા લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતા અને સાંઢ આ રીતે આતંક મચાવશે તેવી કોઈએ કલ્પના પણ કરી ન હતી. આગળ ક્લિક કરો અને જુઓ તસવીરોમાં કે સાંઢ કઈ રીતે રીક્ષામાં ઘુસી ગયો અને રીક્ષાની કેવી હાલત કરી છે તેની જીવંત તસવીરો....
(તમામ તસવીરો દિવ્યભાસ્કર દોટ કોમના વાચકે અમને વોટ્સ અપ પર મોકલી છે.)