તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
Loading advertisement...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્માર્ટફોન પર IPLની મજા માણો:જિયો, Vi અને એરટેલના આ પ્લાનમાં Disney+Hotstar VIPનું ફ્રી સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે

એક મહિનો પહેલા
Loading advertisement...
Open Divya Bhaskar in...
Browser

આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 9 એપ્રિલથી શરૂ થશે. ટીવી ચેનલ સિવાય ક્રિકેટપ્રેમી પોતાના સ્માર્ટફોન પર પણ IPL જોઈ શકે છે. તમે Disney+Hotstar VIP પર IPL જોઈ શકો છો. જિયો, Vi અને એરટેલે ક્રિકેટપ્રેમીઓ માટે કેટલાક ખાસ પ્લાન લોન્ચ કર્યા છે. અમે તમને આ પ્લાન વિશે જણાવી રહ્યા છીએ.

એરટેલનો પ્લાન
401 રૂપિયાનો પ્લાન
આ પ્લાનની માન્યતા 28 દિવસની છે. આ પ્લાનની સાથે Disney+Hotstar VIP સબસ્ક્રિપ્શન મળે છે. આ પ્લાન અનલિમિટેડ કોલિંગ અને દૈનિક 100 SMSની સાથે આવે છે. તેમાં તમને 3GB ડેટા દરરોજ મળે છે.

448 રૂપિયાનો પ્લાન
448 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ લોકલ, STD અને રોમિંગ કોલની સુવિધા મળશે. તેમાં ડેઈલી 100 SMSની સાથે 3GB હાઈ સ્પીડ ડેટાનું એક્સેસ 28 દિવસ માટે મળશે. પ્લાનમાં Disney+Hotstar VIPનું સબસ્ક્રિપ્શન પણ મળશે.

599 રૂપિયાનો પ્લાન
599 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ લોકલ, STD અને રોમિંગ કોલની સુવિધા મળશે. તેમાં ડેઇલી 100 SMSની સાથે 2GB હાઈ-સ્પીડ ડેટાનું એક્સેસ 56 દિવસ માટે મળશે. પ્લાનમાં Disney+Hotstar VIPનું સબસ્ક્રિપ્શન પણ મળશે.

2,698 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં દરરોજ 2GB ડેટા અને અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા મળે છે. તે સિવાય, જિયોના પેકની જેમ જ 100 SMS દરરોજ અને Disney+Hotstar VIPનું એક વર્ષનું સબસ્ક્રિપ્શન પણ ફ્રી આપવામાં આવે છે. તેમાં ડિઝની+હોટસ્ટાર VIP સબસ્ક્રિપ્શન, એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ, અનલિમિટેડ ચેન્જની સાથે ફ્રી હેલો ટ્યુન્સ, વિંક મ્યુઝિક, 1 વર્ષની વેલિટિડીની સાથે Shaw Academyનો ફ્રી ઓનલાઈન કોર્સ અને FASTagની ખરીદી પર 100 રૂપિયાનું કેશબેક મળશે.

જિયોનો પ્લાન
401 રૂપિયાનો પ્લાન
401 રૂપિયાના 28 દિવસની વેલિડિટીવાળા પ્લાનમાં જિયો તેના ગ્રાહકોને 90GB ડેટા ઓફર કરી રહ્યો છે. એટલે કે દરરોજ 3GB ડેટા સિવાય કુલ 6GB વધારાનો ડેટા મળશે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલિંગની સાથે જિયો એપ્સનું ફ્રી એક્સેસ મળશે. આ પ્લાનમાં યુઝર્સને 399 રૂપિયાની કિંમતનો એક વર્ષનો ડિઝની+ હોટસ્ટાર VIP ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળશે.

598 રૂપિયાનો પ્લાન
598 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ લોકલ, STD અને રોમિંગ કોલની સુવિધા મળશે. તેમાં ડેઈલી 100 SMSની સાથે દરરોજ 2GB હાઈ સ્પીડ ડેટા 56 દિવસ માટે મળશે. પ્લાનમાં Disney+Hotstar VIPનું સબસ્ક્રિપ્શન પણ મળશે.

777 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં દરરોજ 1.5GB હાઈ સ્પીડ ડેટાની સાથે યુઝરને 5GB અતિરિક્ત ડેટા મળશે. એટલે કે પ્લાનમાં કુલ 131GB ડેટા મળશે અને આ પ્લાનની માન્યતા 84 દિવસની છે. આ પ્લાનની સાથે જિયો ટૂ જિયો અનલિમિટેડ કોલિંગ, અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 3000 મિનિટ્સ અને દરરોજ 100 SMS મળશે. આ પ્લાનની સાથે Disney+ Hotstar VIPનું સબસ્ક્રિપ્શન ઓફર કરવામાં આવી રહ્યું છે.

2599 રૂપિયાનો પ્લાન
એક વર્ષની વેલિડિટીવાળા આ પ્લાનમાં 365 દિવસ માટે 740GB ડેટા અને અનલિમિટેડ વોઈસ કોલિંગની સાથે જિયો એપ્સનું ફ્રી એક્સેસ મળે છે. આ પ્લાનમાં યુઝર્સને Disney +Hotstar VIPનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે જેની કિંમત 399 રૂપિયા છે. ​​​​​​​

Viનો પ્લાન
401 રૂપિયાનો પ્લાન

401 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને એક વર્ષ માટે Disney+Hotstar VIP સબસ્ક્રિપ્શનની સાથે 28 દિવસ માટે અનલિમિટેડ વોઈસ કોલિંગ, ડેઈલી 3GB ડેટા, 16GB બોનસ ડેટા અને ડેઈલી 100SMS મળે છે.

601 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં એક વર્ષ માટે Disney+Hotstar VIP સબસ્ક્રિપ્શનની સાથે 56 દિવસ માટે અનલિમિટેડ વોઈસ કોલિંગ, ડેઈલી 3GB ડેટા, 32GB બોનસ ડેટા અને ડેઈલી 100 SMS મળે છે.

801 રૂપિયાનો પ્લાન
801 રૂપિયાના પ્લાનમાં Disney+Hotstar VIP સબસ્ક્રિપ્શનની સાથે 84 દિવસ માટે ડેઈલી 3GB ડેટા+ 48 GB બોનસ ડેટા મળી રહ્યો છે. તે સિવાય દરરોજ 100 SMS પણ મળશે.

Loading advertisement...
અન્ય સમાચારો પણ છે...