તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
No ad for you

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:ઓઇલ કંપનીઓ 1 નવેમ્બરથી નવી ડિલિવરી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે, હવે LPG સિલિન્ડર લેવા OTP આપવો પડશે

એક મહિનો પહેલા
No ad for you

LPG સિલિન્ડરની હોમ ડિલિવરી પ્રોસેસ બદલાવા જઈ રહી છે. હવે સિલિન્ડર OTP (વન ટાઇમ પાસવર્ડ) વગર નહીં મળે. આવતા મહિનેથી એટલે કે નવેમ્બરથી સિલિન્ડર લેવા માટે OTP આપવો પડશે. ઓઇલ કંપનીઓ ચોરી અટકાવવા અને યોગ્ય ગ્રાહકને ઓળખવા માટે 1 નવેમ્બરથી નવી ડિલિવરી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે. આ નવી સિસ્ટમનું નામ ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ (DAC) રાખવામાં આવ્યું છે.

તો હવે સિલિન્ડર કેવી રીતે મળશે?
નવી સિસ્ટમ હેઠળ LPG સિલિન્ડર હવે OTP વિના આપવામાં નહીં આવે. આ માટે, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ પર એક કોડ મોકલવામાં આવશે. આ રિયલ ટાઇમ કોડ માટે એક એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ કોડ ડિલિવરી બોયને આપવો પડશે. જો કોડ આપવામાં ન આવ્યો તો સિલિન્ડર નહીં મળે. સિલિન્ડર OTP કોડ આપ્યા પછી જ મળશે. આ સિસ્ટમ ફક્ત ડોમેસ્ટિક સિલિન્ડર પર જ લાગુ થશે, કોમર્શિયલ સિલિન્ડર પર નહીં.

જો નંબર અપડેટ ન હોય તો શું કરવું?
જો સિસ્ટમમાં કોઈ જૂનો મોબાઇલ નંબર રજિસ્ટર્ડ હશે તો રિયલ ટાઇમમાં તમારો મોબાઇલ નંબર અપડેટ કરાવી શકશો. ડિલિવરી બોય પાસે એપ્લિકેશન હશે, તે એપ્લિકેશન દ્વારા રિયલ ટાઇમ તમારો નંબર અપડેટ કરાવી શકો છે. ત્યારબાદ તરત જ કોડ જનરેટ કરવામાં આવશે. આ નવી સિસ્ટમથી એવા ગ્રાહકોની મુશ્કેલીઓ વધશે કે જેમનાં સરનામાં અને મોબાઇલ નંબર ખોટાં છે. આ કારણોસર આ લોકોના સિલિન્ડરની ડિલિવરી અટકી શકે છે.

શું આપણા શહેરમાં આ નિયમ લાગુ પડશે?
આ નવો નિયમ પ્રથમ તબક્કામાં મોટાં શહેરોમાં લાગુ થશે. ઓઇલ કંપનીઓએ આ સિસ્ટમ પ્રથમ 100 સ્માર્ટ શહેરોમાં લાગુ કરવાની યોજના બનાવી છે. તે પછી આ સિસ્ટમ આખા દેશમાં લાગુ થવા માટે તૈયાર થઈ જશે. આ માટે, જયપુર અને કોઈમ્બતુરમાં પણ પાયલોટ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે. પાયલોટ પ્રોજેક્ટમાં 95%થી વધુ સફળતા મળી છે.

No ad for you

યુટિલિટી ના અન્ય સમાચાર

Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved

This website follows the DNPA Code of Ethics.