તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
Loading advertisement...

કામની વાત:PF અકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાની ઉતાવળ ન કરો, 1 લાખ રૂપિયા ઉપાડવા પર રિટાયર્મેન્ટ ફંડને 11 લાખથી વધારે નુકસાન થશે

5 મહિનો પહેલા
Loading advertisement...
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બ્રાઉઝરમાં જ

સરકારે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ (EPF અથવા PF)માંથી પૈસા ઉપાડવા માટે ઓનલાઈન સુવિધા આપી છે. તેનાથી PFમાંથી પૈસા ઉપાડવાનું સરળ થઈ ગયું છે. તેથી હવે લોકોને પૈસાની જરૂર પડે તો લોકો પોતાના PF ફંડમાંથી પૈસા ઉપાડે છે. જો તમે પણ PF ફંડમાંથી પૈસા ઉપાડવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તેના માટે તમારે એ જાણવું જરૂરી છે કે અહીંથી પૈસા ઉપાડવા પર તમારા રિટાયર્મેન્ટ ફંડને કેટલું નુકસાન થશે.

તમારા ફંડ પર કેટલી અસર પડશે
અંદાજિત ગણતરી મુજબ, જો તમારા રિટાયર્મેન્ટમાં 30 વર્ષનો સમય બાકી છે અને તમે હજી PF અકાઉન્ટમાંથી 50 લાખ રૂપિયા ઉપાડ્યા છે તો તેનાથી તમારા રિટાયર્મેન્ટ ફંડ પર 5 લાખ 27 હજાર રૂપિયાની અસર પડશે. અહીં જાણો કેટલા પૈસા ઉપાડવા પર તમારા રિટાયર્મેન્ટ ફંડ પર કેટલી અસર થશે.

કેટલા પૈસા ઉપાડવા પર 20 વર્ષ બાદ કેટલા ઓછા મળશે (રૂ.) 30 વર્ષ બાદ કેટલા ઓછા મળશે (રૂ.)
10 હજાર 51 હજાર 1 લાખ 16 હજાર
20 હજાર 1 લાખ 02 હજાર 2 લાખ 31 હજાર
50 હજાર 2 લાખ 55 હજાર 5 લાખ 58 હજાર
1 લાખ 5 લાખ 11 હજાર 11 લાખ 55 હજાર
2 લાખ 10 લાખ 22 હજાર 23 લાખ 11 હજાર
3 લાખ 15 લાખ 33 હજાર 34 લાખ 67 હજાર

નોંધ: આ ટેબલ એક રફ અંદાજ મુજબ આપવામાં આવ્યું છે. તે સિવાય ટેબલમાં જણાવવામાં આવેલા વ્યાજની ગણતરી વાર્ષિક હિસાબથી કરવામાં આવી છે.

જો જરૂરી ન હોય તો PF ફંડમાંથી પૈસા ન ઉપાડવા
મની મેનેજમેન્ટ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી PFમાંથી પૈસા ઉપાડવાથી બચવું. તેના પર 8.5%ના દરે વ્યાજ મળી રહ્યું છે. જેટલી મોટી રકમ PFમાંથી ઉપાડવામાં આવશે, રિટાયર્મેન્ટ ફંડ પર એટલી જ મોટી અસર થશે.

કેટલો PF કટ થાય છે?
નિયમોના અનુસાર, સેલરી મેળવનારા લોકોને તેમના પગાર અને મોંઘવારી ભથ્થાના 12% રકમ PF ખાતામાં યોગદાન કરવી જરૂરી હોય છે. તેમજ કંપનીની તરફથી જમા કરવામાં આવેલી રકમમાંથી 3.67% EPFમાં જમા થાય છે. બાકીનો 8.33% હિસ્સો કર્મચારી પેન્શન યોજના (EPS)માં જમા થાય છે.

Loading advertisement...
અન્ય સમાચારો પણ છે...