ન્યૂ ટેક્નોલોજી:રિયલમીએ અપકમિંગ સ્માર્ટફોન માટે 108MPનો કેમેરા રજૂ કર્યો, ટિલ્ટ શિફ્ટ ટાઈમ લેપ્સ વીડિયો બનાવી શકાશે
- 108MPનું સેન્સર સ્ટારી મોડ એસ્ટ્રોફોટોગ્રાફી ટાઈમ લેપ્સ વીડિયો સપોર્ટ કરે છે
- રિયલમી 8 પ્રો એક રૉમાં 12MPના 8 ફોટો કેપ્ચર કરી શકે છે
રિયલમીએ તેની કેમેરા ઈનોવેશન ઈવેન્ટમાં કંપનીનો 108MP કેમેરા રજૂ કર્યો છે. આ કેમેરા તેની અપકમિંગ સિરીઝ રિયલમી 8ના સ્માર્ટફોન્સમાં મળશે. કંપનીએ તેમાં સેમસંગના ISOCELL HM2 સેન્સરનો ઉપયોગ કર્યો છે. તેની ખાસ વાત એ છે તેમાં દુનિયાનો પ્રથમ ટિલ્ટ શિફ્ટ ટાઈમ લેપ્સ વીડિયો, સ્ટારી ટાઈમ લેપ્સ વીડિયો અને નવાં પોટ્રેટ ફિલ્ટર મળશે.
કંપનીએ ઈવેન્ટમાં 108MP કેમેરાની કેટલીક તસવીરો રજૂ કરી છે. તેમાં વધારે શાઈની કલર્સ અને શાર્પ ડિટેલ જોવા મળી રહી છે.
ફોટો અને વીડિયો માટે નવી ટેક્નોલોજી
- 108MPનું સેન્સર સ્ટારી મોડ એસ્ટ્રોફોટોગ્રાફી ટાઈમ લેપ્સ વીડિયો સપોર્ટ કરે છે. ટ્રેડિશનલી આ પ્રકારના વીડિયો પ્રોફેશનલ્સ કેમેરાથી મલ્ટિપલ ક્લિપમાં રેકોર્ડ કરી તેને કમ્પ્યુટરમાં એડિટ કરી બનાવવામાં આવે છે. આ સેન્સર 8 મિનિટમાં 30 ફોટો લેપ્સ શૂટ કરી શકે છે.
- રિયલમી 8 પ્રોના કેમેરામાં 3X મોડ એક્ટિવેટ્સનું નવું ‘ઈન સેન્સર ઝૂમ’ મળશે, જે 12MP સેન્સર સાથે ઝૂમ ઈમેજ જનરેટ કરવા માટે ઉપયોગમાં કરવામાં આવશે.
- કંપનીએ જણાવ્યું કે 12MP ફોટો પર નાના આકારને કારણે ઈમેજિંગ પ્રોસેસ વધુ ઝડપી બનશે. રિયલમી 8 પ્રો એક રૉમાં 12MPના 8 ફોટો કેપ્ચર કરી શકે છે. ઈમેજ ક્લિયારિટી વધારવા માટે તેને ક્લિયારિટી એન્હાન્સમેન્ટ અલ્ગોરિધમમાં ઈનપુટ કરે છે.
- પ્રોસેસિંગ પછી રિયલમી 8 પ્રો 3X ફોટો ઓપ્ટિકલ ટેલિફોટો લેન્સથી લીધેલા ફોટોની શાર્પનેસ વધુ સારી લાગે છે. કંપનીએ ઈવેન્ટમાં દુનિયાની પ્રથમ સ્ટારી ટાઈમ લેપ્સ વીડિયો ટેક્નોલોજી પણ રજૂ કરી છે.
સ્ટારી ટાઈમ લેપ્સ વીડિયો ડેવલપ કરવું ચેલેન્જનું કામ
કંપનીએ કહ્યું કે, સ્ટારી ટાઈમ લેપ્સ વીડિયો ડેવલપ કરવું ચેલેન્જિંગ છે કારણ કે, તેમાં ફોટોના સિન્થિસિસ સંભાળવા માટે હાઈ પર્ફોર્મન્સની જરૂરિયાત હોય છે. રિયલમીએ એક એક્સક્લુઝિવ ટાઈમ લેપ્સ વીડિયો અલ્ગોરિધમ રજૂ કરી છે, જે સ્ટાર્સ અર્થાત તારાની તસવીરો પર આધારિત છે.