તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
Loading advertisement...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરેલુ હિંસાની નવી રીત:લોકો હવે સ્ટોકરવેર એપ દ્વારા પાર્ટનરની જાસૂસી કરી રહ્યા છે, તમારી જાસૂસી થઈ રહે છે કે કેમ, સિમ્પલ સ્ટેપ્સમાં જાણી લો

2 દિવસ પહેલા
  • ભારતમાં લગભગ 4,627 મોબાઈલ યુઝર્સને સ્ટોકરવેરનો ભોગ બનવું પડ્યું છે
  • સ્ટોકરવેર એપ્સને નકલી એપના નામથી છૂપાવવામાં આવે છે
Loading advertisement...
Open Divya Bhaskar in...
Browser

કેટલાક લોકો તેમના પાર્ટનરની લાઈફને ડિજિટલી કંટ્રોલ કરવાનો પ્રયાસ કરે છે. સાયબર સ્પેસ ફર્મ કેસ્પરસ્કાઈના રિપોર્ટમાં સામે આવ્યું છે કે, ભારતમાં લગભગ 4,627 મોબાઈલ યુઝર્સને સ્ટોકરવેરનો ભોગ બનવું પડ્યું છે. સ્ટોકરવેર ઘરેલુ હિંસાના ક્ષેત્રમાં ઉપયોગ કરવામાં આવતું એક ગુપ્ત સોફ્ટવેર છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, જો મહામારી અને લોકડાઉન ન થયું હોત, આ આંકડો સફળતાની ઉંચાઈ પર હોત.

સ્ટોકરવેર એપ્સને નકલી એપના નામથી છૂપાવવામાં આવે છે. આ શંકાસ્પદ એપ્સની પહોંચ સામાન્ય રીતે યુઝરના મેસેજ, કોલ લોગ અને વ્યક્તિગત પ્રવૃતિ સુધી હોય છે. ઉદાહરણથી સમજો કેસ્પરસ્કાઈએ જણાવ્યું કે, વાઈ-ફાઈ નામની આ એપ જે યુઝરના જિયોલોકેશન સુધી પહોંચ રાખે છે, એક શંકાસ્પદ એપ છે.

2020માં કુલ 53,870 યુઝર સ્ટોકરવેરથી પ્રભાવિત હતા
સ્ટોકરવેર સાઈબર હિંસાની એક રીત છે અને વૈશ્વિક ઘટના જે આકાર, સમજ અથવા સંસ્કૃતિનું ધ્યાન રાખ્યા વગર દેશોને પ્રભાવિત કરે છે. 2000માં કુલ 53,870 મોબાઈલ યુ઼ઝર વૈશ્વિસ સ્તરે સ્ટેકવેરથી પ્રભાવિતા હતા. 2019માં ક્રેસ્પપરસ્કાઈએ 67,500 પ્રભાવિત મોબાઈલ યુઝર્સને શોધવામાં આવ્યા હતા. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, આ એક આશ્ચર્યજનક છે અને વૈશ્વિસ સ્તર પર સ્ટોકરવેરથી પ્રભાવિત યુઝર્સની સંખ્યામાં માર્ચથી જૂન 2020 સુધી ઘટાડો રહ્યો. તે વિશ્વમાં લાગુ લોકડાઉનની શરૂઆત સમયથી પણ હતું.

આ રીતે જાણી શકાય છે કે ફોનમાં સ્ટોકરવેર તો નથીને

  • મોબાઈલ યુઝર એ શોધી શકે છે કે તેના ફોનમાં સ્ટોકરવેર ઈન્સ્ટોલ છે કે નહીં. સૌથી પહેલાં સાવ ન વપરાતી એપ્સને મોબાઇલમાંથી અનઇન્સ્ટોલ કરી નાખો. જો એપ એક મહિના કે તેનાથી વધારે સમય સુધી ઓપન નથી કરવામાં આવી તો માની લો કે તમને તેની જરૂર નથી. જો ભવિષ્યમાં તેની જરૂર પડે તો તેને ફરીથી ઈન્સ્ટોલ કરી શકાય છે.
  • એન્ડ્રોઈડ ડિવાઈસ યુઝર્સ 'unknown sources' સેટિંગની તપાસ કરો. જો તમારા ડિવાઈસમાં 'unknown sources' ઈનેબલ હોય, તે એ વાતનો સંકેત હોઈ શકે કે કોઈ થર્ડ પાર્ટી સોર્સથી તમારા ફોનમાં કોઈ અનવોન્ટેડ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે.
  • જો તમને ખબર પડી જાય કે ડિવાઈસમાં સ્ટોકરવેર છે, તો તેને ડિલીટ કરવામાં ઉતાવળ ન કરવી. તેનાથી સુરક્ષાનું જોખમ વધી શકે અને ઘણી વખત અબ્યુઝ કરનારી વ્યક્તિ પોતાની જોખમી પ્રવૃત્તિઓને વધારી પણ શકે છે.

ટાઈનીચેક ટૂલથી પણ બચાવ કરી શકાય છે
2019માં, કેસ્પરસ્કાયએ 9 અન્ય સંસ્થાઓની સાથે મળીને 'કોએલિશન અગેન્સ્ટ સ્ટોકરવેર'ની સ્થાપના કરી હતી, જેના હવે પાંચ ખંડમાં થઇને 30 સભ્ય છે. ગત વર્ષે નવેમ્બરમાં કંપનીએ ફ્રી એન્ટિ-સ્ટોકરવેર ટૂલ બહાર પાડ્યું હતું, જેને ટાઈનીચેક કહેવામાં આવે છે જેથી સેવાકીય સંસ્થાઓને ઘરેલુ હિંસાથી પીડિતોની મદદ કરવા અને તેમની ગોપનીયતાની રક્ષા કરવામાં મદદ મળી શકે.

Loading advertisement...
અન્ય સમાચારો પણ છે...