તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
Loading advertisement...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૉ બજેટ સ્માર્ટફોન:6.52 ઈંચની ડિસ્પ્લે અને 6000 mAhની બેટરી સાથે જિયોની મેક્સ પ્રો લોન્ચ, કિંમત ₹7000 કરતાં પણ ઓછી

3 દિવસ પહેલા
  • ફોટોગ્રાફી માટે તેમાં 2 રિઅર કેમેરા મળે છે
  • ફ્લિપકાર્ટ પર 8 માર્ચથી તેને ખરીદી કરી શકાશે
Loading advertisement...
Open Divya Bhaskar in...
Browser

જિયોનીએ સસ્તાં સ્માર્ટફોન તરીકે ભારતમાં મેક્સ પ્રો લોન્ચ કર્યો છે. ફોનની કિંમત 7 હજાર રૂપિયા કરતાં પણ ઓછી છે. આટલી ઓછી કિંમત હોવા છતાં તેમાં પ્રીમિયમ સ્માર્ટફોનમાં મળતી 6000mAhની બેટરી છે. ફોન 6.52 ઈંચની ડિસ્પ્લે ધરાવે છે. કંપનીનો દાવો છે કે તે ફુલ ચાર્જમાં 60 કલાકનું કોલિંગ આપે છે. આ સસ્તાં ફોન કયા સ્પેસિફિકેશન્સ અને ફીચર્સથી સજ્જ છે આવો જાણીએ...

જિયોની મેક્સ પ્રો: કિંમત અને અવેલિબિલિટી
કંપનીએ ફોન ફ્લિપકાર્ટ પર લોન્ચ કર્યો છે. તેનું વેચાણ 8 માર્ચથી શરૂ થશે. ફોનનું 3GB+32GB સિંગલ વેરિઅન્ટ લોન્ચ થયું છે. તેની કિંમત 6999 રૂપિયા છે. ફોનનાં બ્લૂ, બ્લૂક અને રેડ કલર વેરિઅન્ટ અવેલેબલ છે.

જિયોની મેક્સ પ્રો: બેઝિક સ્પેસિફિકેશન્સ

  • ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે અને એન્ડ્રોઈડ 10 OS પર રન કરે છે. તેમાં 2.5D કર્વ્ડ ગ્લાસ પ્રોટેક્શન સાથે 6.52 ઈંચની HD+ ડિસ્પ્સે મળે છે. તેનું રિઝોલ્યુશન 720X1560 પિક્સલ છે.
  • ફોન ઓક્ટાકોર યુનિસોક 9863A પ્રોસેસરથી સજ્જ છે અને તેને 3GBની રેમ સાથે અટેચ કરવામાં આવ્યું છે. ફોટોગ્રાફી માટે તેમાં 2 રિઅર કેમેરા મળે છે. તેમાં 13MPનું પ્રાઈમરી સેન્સર અને બોકેહ લેન્સ સાથે 2MPનું સેકન્ડરી સેન્સર છે. સેલ્ફી માટે ફ્રન્ટમાં 8MPને કેમેરા છે.
  • ફોનનું ઈન્ટર્નલ સ્ટોરેજ 32GBનું છે, જોકે તેને માઈક્રો SD કાર્ડની મદદથી 256GB સુધી એક્સપાન્ડ કરી શકાશે.
  • ફોનમાં 6000mAhની જમ્બો બેટરી મળે છે. મજાની વાત એ છે કે તે રિવર્સ ચાર્જિંગ પણ સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે તે ફુલ ચાર્જમાં 60 કલાકનો કોલિંગ ટાઈમ, 34 દિવસનો સ્ટેન્ડબાય ટાઈમ, 115 કલાકનું મ્યુઝિક પ્લેબેક, 13 કલાકનો મૂવી ટાઈમ અને 12 કલાકનો ગેમિંગ ટાઈમ આપે છે.
  • કનેક્ટિવિટી ઓપ્શન્સ માટે ફોનમાં 4G, વાઈફાઈ, બ્લુટૂથ 4.2, GPS/A GPS, એક 3.5mmનો ઓડિયો જેક અને ચાર્જિંગ માટે એક માઈક્રો USB પોર્ટ મળે છે.
  • તેમાં ડેડિકેટેડ ગૂગલ અસિસ્ટન્ટ બટન છે. સિક્યોરિટી માટે તેમાં ફેસ અનલોકની સુવિધા મળે છે. ફોનનું વજન 212 ગ્રામનું છે અને તેનું ડાયમેન્શન 165x75x10mm છે.
Loading advertisement...
અન્ય સમાચારો પણ છે...