તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
Loading advertisement...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેસબુક પ્રાઈવસી વિવાદ:યુઝર્સની જાણ બહાર ફેશિયલ ડેટા કલેક્ટ કરવાનું ભારે પડ્યું, હવે કંપની યુઝર્સને 4.7 હજાર કરોડ રૂપિયાનું વળતર આપશે

2 દિવસ પહેલા
  • ફેસબુક પર 2008 ઈલિનોઈસ પ્રાઈવસી લૉનું ઉલ્લંઘન કરતા ગેરકાયદે રીતે ચહેરાની ઓળખ કરવા માટે બાયોમેટ્રિક ડેટા કલેક્ટ કરવાનો આરોપ લાગ્યો હતો
  • 2019માં ફેસબુકે પ્રસ્તાવ મૂક્યો હતો કે ફેશિયલ રેકગ્નિશન ફીચર ઓપ્શનલ હોય
Loading advertisement...
Open Divya Bhaskar in...
Browser

એક અમેરિકન ફેડરલ જજે Illinois (ઈલિનોઈસ) રાજ્યમાં ફેસબુક અને 16 લાખ યુઝર્સ વચ્ચે ચાલી રહેલા પ્રાઈવસી વિવાદ પર પૂર્ણ વિરામ લગાવવા માટે ફેસબુકને 650 મિલિયન ડોલર (4.7 હજાર કરોડ રૂપિયા)ની ચૂકવણી કરવા માટે અંતિમ મંજૂરી આપી છે.

ફેસબુકના પ્રવક્તાએ કહ્યું કે, ફાઈનલી એક કરાર પર પહોંચીને અમે ખુશ છીએ. તેથી અમે આ મામલાને આગળ વધારી શકીએ છીએ, જે અમારી કમ્યુનિટી અને શેરહોલ્ડર્સના હિતમાં છે. રવિવારે AFP દ્વારા જોવાયેલા ડોક્યુમેન્ટ અનુસાર, આ નિર્ણય શુક્રવારે જાહેર કરવામાં આવ્યો હતો.

શું છે સમગ્ર મામલે

  • શિકાગોના અટોર્ની જે એડેલસને 2015માં ફેસબુક પર કેસ કર્યો હતો. કંપની પર 2008 ઈલિનોઈસ પ્રાઈવસી લૉનું ઉલ્લંઘન કરતા ગેરકાયદે રીતે ચહેરાની ઓળખ કરવા માટે બાયોમેટ્રિક ડેટા એકત્રિત કરવાનો આરોપ લાગ્યો હતો.
  • વર્ષ 2018માં ક્લાસ એક્શન સૂટ તરીકે કેસ નોંધવામાં આવ્યો. છેવટે કેસ સામે જીતી ન શકવાને કારણે ફેસબુકે 550 મિલિયન ડોલર (આશરે 4 હજાર કરોડ) રૂપિયાની ચૂકવણી માટે સંમતિ દર્શાવી હતી, પરંતુ જુલાઈ 2020માં ન્યાયાધીશ જેમ્સ ડોનાટોએ નિર્ણય સંભળાવ્યો કે આ રકમ પૂરતી નથી.
  • કેસ ચાલી રહ્યો હતો તે દરમિયાન સામે આવ્યું કે ફેસબુક કંપની ઈલિનોઈસ કાયદાનું ઉલ્લંઘન કરી રહી હતી. કંપની ફેસ ટેગિંગ ફીચરની મદદથી યુઝર્સની સંમતિ વગર બાયોમેટ્રિક ડેટા (લોકોના ચહેરાનું ડિજિટલ સ્કેન) સ્ટોર કરી રહી હતી. 2019માં ફેસબુકે પ્રસ્તાવ મૂક્યો હતો કે ફેશિયલ રેકગ્નિશન ફીચર ઓપ્શનલ હોય.
  • ડોનાટો અનુસાર, આ એક એતિહાસિક નિર્ણય છે અને ડિજિટલ પ્રાઈવસીના ક્ષેત્રમાં યુઝર્સની જીતનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કહ્યું કે ફેસબુક વળતર તરીકે દરેક યુઝરને $345 (25 હજાર રૂપિયા) આપશે. આ પ્રાઈવસી ઉલ્લંઘનની અત્યાર સુધીનું સૌથી મોટી ચૂકવણી છે.
Loading advertisement...
અન્ય સમાચારો પણ છે...