Quiz banner

ટોપ-10 ઇલેક્ટ્રિક કાર:દેશમાં 2 મહિનામાં 1 લાખ કરતાં વધુ ઇલેક્ટ્રિક ગાડીઓ વેચાઈ, ટાટા નેક્સન EV ટોપ પર રહી

9 મહિનો પહેલા
Loading advertisement...
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બ્રાઉઝરમાં જ

જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ભારતમાં ઇલેક્ટ્રિક ગાડીઓના વેચાણમાં વધારો થયો છે. ઇલેક્ટ્રિક વ્હીકલ્સે વર્ષ શરૂ થયાના માત્ર બે મહિનામાં જ 1 લાખ રજિસ્ટ્રેશનનો આંકડો પાર કર્યો છે. આમાં ટાટા મોટર્સ ટોપ પર રહી છે. અનેક વ્હીકલ્સ મેન્યુફેક્ચરર હવે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સસ્તી ઇલેક્ટ્રિક કાર રજૂ કરી રહ્યાં છે. અહીં અમે તમને ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધુ વેચાયેલી ઇલેક્ટ્રિક ગાડીઓ વિશે જણાવી રહ્યા છીએ.

Loading advertisement...

1. ટાટા નેક્સન/ટાટા ટિગોર
96%ના માર્કેટ શેર સાથે ટાટાએ ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં તેનો દબદબો જાળવી રાખ્યો છે. તેનાં બે ઇલેક્ટ્રિક કાર મોડોલ ટાટા નેક્સન EV અને ટાટા ટિગોર EVનું ફેબ્રુઆરીમાં લગભગ 2,264 યુનિટ્સનું વેચાણ થયું હતું, જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 421% વધુ હતું. ટાટા નેક્સન EVની કિંમત રૂ. 14.29 થી રૂ. 16.90 લાખ (એક્સ-શોરૂમ) સુધીની છે, જ્યારે ટાટા ટિગોરની કિંમત રૂ. 11.99 લાખથી શરૂ થાય છે અને રૂ. 13.14 લાખ (એક્સ-શોરૂમ, દિલ્હી) સુધી જાય છે.

2. ન્યૂ MG ZS EV
MG મોટર ઇન્ડિયાએ તાજેતરમાં ઇન્ડિયન માર્કેટમાં ઓલ ઇલેક્ટ્રિક 2022 MG ZS EV ફેસલિફ્ટને અપડેટેડ એક્સટિરિયર ડિઝાઇન, સારી રેન્જ અને ફીચર્સ સાથે લોન્ચ કરી છે. આ કાર વર્ષ 2022 માટે પહેલેથી જ વેચાઈ ગઈ છે. તેથી, બ્રિટિશ ઓટોમોબાઇલ કંપનીએ 2022 MG ZS EV માટે તેનું બુકિંગ બંધ કરી દીધું છે. કંપની આ વર્ષના અંતમાં ઇલેક્ટ્રિક SUV માટે બુકિંગ ફરી શરૂ કરી શકે છે.

MG મોટર્સે આ કારને એક્સાઈટ અને એક્સક્લુઝિવ એમ કુલ બે વેરિઅન્ટમાં લોન્ચ કરી છે. જ્યારે એક્સાઈટ વેરિઅન્ટની કિંમત રૂ. 21.99 લાખ (એક્સ-શોરૂમ) છે, ત્યારે એક્સક્લુઝિવ વેરિઅન્ટની કિંમત રૂ. 25.88 લાખ (એક્સ-શો રૂમ) છે. ઇલેક્ટ્રિક કાર માત્ર 8 સેકંડમાં 0થી 100 kmphની સ્પીડ પકડી લે છે.

3. મહિન્દ્રા ઇ-વેરિટો
મહિન્દ્રાની ઇલેક્ટ્રિક સિડેન ઇ-વેરિટોમાં ફેબ્રુઆરી 2022માં પાછલા વર્ષની સરખામણીમાં 20%નો વધારો જોવા મળ્યો છે. તેની કિંમત 12.67 લાખ રૂપિયા છે અને તે 13.03 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) સુધી જાય છે.

4. BYD e6
BYD e6 ઈલેક્ટ્રિકvgx MPV ચીનના BYD Auto દ્વારા પ્રોડક્શન કરવામાં આવે છે, જે ખાસ કરીને B2B રજૂઆત છે. આ કાર ભારતમાં માત્ર ફ્લીટ ઓપરેટર્સ પાસેથી જ ખરીદી શકાય છે. કંપનીએ ફેબ્રુઆરી મહિનામાં ઇલેક્ટ્રિક MPV BYD e6ના 10 યૂનિટ વેચ્યાં હતાં. આ કારની કિંમત 29.15 લાખ રૂપિયા (એક્સ-શો રૂમ) છે.

5. ઓડી ઇ-ટ્રોન

લીડિંગ લક્ઝરી કાર મેન્યુફેક્ચરરમાંની એક ઓડીએ 2021ના ​​અંતમાં Audi etron લોન્ચ કરી. કંપનીએ ફેબ્રુઆરીમાં લગભગ 7 યૂનિટનું વેચાણ કર્યું હતું, જે તેની કોમ્પિટિટર મર્સિડીઝ, જગુઆર અને પોર્શે કરતાં વધુ છે. ઓડીએ નવી ઇ-ટ્રોનની કિંમત રૂ. 1 કરોડ રાખી છે અને ભારતમાં તેની કિંમત રૂ. 1.18 કરોડ છે.

6. હ્યુન્ડાઈ કોના ઇલેક્ટ્રિક
કંપની કોના EVના 7 યૂનિટ ઓડીની બરાબરી પર વેચવામાં સફળ રહી. ટાટા નેક્સન EV અને MG ZS EV જેવી કારને કારણે તેને માર્કેટમાં કોમ્પિટિશન મળી રહી છે. હ્યુન્ડાઈએ કોના ઇલેક્ટ્રિકની કિંમત રૂ. 23.79 લાખ રાખી છે, જે રૂ. 23.98 લાખ (એક્સ-શો રૂમ, દિલ્હી) સુધી જાય છે.

Loading advertisement...