અપકમિંગ સુપરબાઈક:નવા લુક અને મોડર્ન ફિચર્સની સાથે ભારતમાં ટૂંક સમયમાં સુઝુકી હાયાબુસા લોન્ચ થશે, કંપનીએ વીડિયો ટીઝર રજૂ કર્યું
- ટીઝરમાં જોઈ શકાય છે કે બાઈકનું એક્સટિરિયર લુક પહેલા કરતા વધારે શાર્પ છે
- થર્ડ જનરેશન હાયાબુસાની એક્સ-શોરૂમ કિંમત 20 લાખની આસપાસ હોઈ શકે છે
સુઝુકી હાયાબુસાની થર્ડ જનરેશન મોડેલ ભારતીય માર્કેટમાં લોન્ચિંગ માટે તૈયારીમાં છે. સુઝુકી મોટરસાયકલ ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પર તેનો વીડિયો ટીઝર રજૂ કર્યું, જેમાં બાઈકની સ્પીડ દેખાઈ રહી છે. ટીઝર આવ્યા બાદ આશા છે કે ભારતમાં તેને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવી શકે છે. કંપનીએ અત્યારે તેના લોન્ચિંગની ડેટ વિશે કોઈ માહિતી નથી આપી. બાઈકની એક્સ-શોરૂમ કિંમત લગભગ 20 લાખ રૂપિયા હોઈ શકે છે. ગત વર્ષે BS6 એમિશન નોર્મ્સ લાગુ થયા બાદ કંપનીએ તેનું વેચાણ ભારતમાં બંધ કર્યું હતું.
સોશિયલ મીડિયા પર વીડિયો ટીઝર રજૂ
નવી હાયાબુસામાં શું નવું મળશે?
નવી હાયાબુસાના લુક્સમાં ફેરફાર જોવા મળશે. વીડિયો ટીઝરમાં જોઈ શકાય છે કે બાઈકનું એક્સટિરિયર લુક પહેલા કરતા વધારે શાર્પ છે અને તેમાં ડ્યુઅલ ટોન કલરનો ઓપ્શન પણ મળશે. બાઈક ઘણા એડવાન્સ ફિચર્સની સાથે આવશે. હવે તેમાં LED હેડલાઈટ્સ અને ટર્ન ઈન્ડિકેટર્સ આપવામાં આવ્યા છે.
નવી હાયાબુસમાં કયા નવા ફિચર્સ મળશે?
નેક્સ્ટ-જનરેશન હાયાબુસામાં 43MM KYB USD ફ્રન્ટ ફોર્ક અને પાછળની તરફ લિંક ટાઈપ સસ્પેન્શન મળશે. તે સિવાય બાઈકમાં ઈન્ટેલિજેન્ટ રાઈડ સિસ્ટમ આપવામાં આવશે. તેમાં તમને નવા રાઈડિંગ મોડ્સ, ટ્રેક્શન કંટ્રોલ, બાય ડાયરેક્શન ક્વિક શિફ્ટ સિસ્ટમ, લોન્ચ કંટ્રોલ, થ્રી-લેવલ ઓફ એન્જિન બ્રેક કંટ્રોલ, ક્રૂઝ કંટ્રોલ, પાવર મોડ સિલેક્ટર, કોર્નિંગ ABS, હિલ હોલ્ડ કંટ્રોલ અને એન્ટિ લિફ્ટ કંટ્રોલ સિસ્ટમ જેવા ફિચર્સ મળશે.
એન્જિન કેટલું પાવરફૂલ હશે?
રિપોર્ટના અનુસાર, નવી હાયાબુસામાં 1340CCનું ઈન લાઈન ફોર-સિલિન્ડર, DOHC, ફ્યુલ-ઈનજેક્ટેડ એન્જિન મળશે, જે 9700RPM પર 190 હોર્સ પાવર (પહેલાથી 7HP ઓછો) અને 7000RPM પર 150NM ટોર્ક જનરેટ કરશે. એન્જિન BS6 કમ્પ્લાયન્ટ હશે અને તે 6-સ્પીડ ગિયરબોક્સની સાથે આવશે. એન્જિનમાં નવા એર ઈનટેક અને લાઇટ એક્ઝોસ્ટ મળશે, જેને બાઈકનું કુલ વજન ઘટાડીને માત્ર 264 કિલો કરી દીધું છે.