Quiz banner

ભારત-પાકિસ્તાનની 6 યાદગાર મેચ:જ્યારે પથ્થરબાજી પછી મેચ જીતી ટીમ ઈન્ડિયા, વર્લ્ડ કપની લીગ મેચમાં બોલઆઉટ અને મિયાંદાદની એ સિક્સ

3 મહિનો પહેલા
Loading advertisement...
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બ્રાઉઝરમાં જ

ક્રિકેટ, એશિયા કપ અને ભારત-પાકિસ્તાનની મેચ, એટલે કે રોમાંચનો ટ્રિપલ ડોઝ. 28 ઑગસ્ટે દુબઈમાં બન્ને ટીમ આમન-સામને રમશે. સોશિયલ મીડિયા હોય કે પછી શેરીઓ; આ મેચની ચર્ચા દરેક જગ્યાએ છે. કારણ એક જ છે, જ્યારે જ્યારે આ બન્ને ટીમ એકબીજા સામે ટકરાય છે ત્યારે કંઈક એવો બનાવ બને છે કે એ યાગદાર બની જાય છે.

Loading advertisement...

આ મેચ અગાઉ અમે એ બનાવો વિશે જણાવીશું, જે યાદગાર બની ગયા છે...

1. ચેતન શર્માની છેલ્લી ઓવર અને છેલ્લા બોલ પર મિયાંદાદની સિક્સ

36 વર્ષ પછી પણ મિયાંદાદના એ છગ્ગાને ભારતીય ક્રિકેટર્સ અને ચાહકો ભૂલી શક્યા નથી.

1986માં રમાયેલી UAEમાં એશિયા કપની ટ્રોફીમાં પાકિસ્તાનના બેટ્સમેન મિયાંદાદે એવી બેટિંગ કરી હતી કે આજે પણ ભારતીયોને એ ઊંઘમાં આવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ રમાઈ રહી હતી. ભારતે પહેલી બેટિંગ કરતાં 245 રન બનાવ્યા હતા. 246 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલી પાકિસ્તાનની ટીમે 7 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ જાવેદ મિયાંદાદે એક છેડો સાચવી રાખ્યો હતો. છેલ્લી ઓવર બાકી હતી અને એ ઓવર ચેતન શર્માને સોંપવામાં આવી હતી

આ ઓવરનો પૂરો રોમાંચ
પહેલો બોલ:
મિયાંદાદે 2 રન લેવાની કોશિશ કરી હતી, પરંતુ વસીમ અકરમ રનઆઉટ થયો હતો. જીત માટે 5 બોલમાં 10 રન જોઈતા હતા.

બીજો બોલ: જાવેદ મિયાંદાદે મિડ વિકેટ પર ચોગ્ગો ફટકાર્યો
ત્રીજો બોલ: ત્રીજા બોલ પર મિયાંદાદે એક રન લીધો હતો.
ચોથો બોલ: ચોથા બોલ પર ચેતન શર્માએ વિકેટ લીધી હતી અને પાકિસ્તાને 9 વિકેટ ગુમાવી દીધી હતી.
પાંચમો બોલ: 11મા ક્રમના બેટ્સમેને સિંગલ લીધો હતો અને મિયાંદાદ ક્રિઝ પર આવ્યો હતો.
છઠ્ઠો બોલ: એક બોલમાં 4 રન જોતા હતા, ચેતન શર્માએ ફુલટોસ ફેંક્યો હતો અને મિયાંદાદે લેગસાઈડ પર સિક્સ ફટકારીને પાકિસ્તાનને મેચ જિતાવી દીધી હતી.

2. સબા કરીમ અને રાજેશ ચૌહાણે પથ્થરબાજી વચ્ચે મેચ જીતાવી

આ ફોટો 1997નો છે. સબા કરીમ સાથે પાકિસ્તાનની ખેલાડીઓ હાથ મિલાવી રહ્યા છે અને પાછળ રાજેશ ચૌહાણ છે.

ભારતે વર્ષ 1997માં પાકિસ્તાનની ટૂર કરી હતી. પહેલી વન-ડેમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. કરાચીના નેશનલ સ્ટેડિયમમાં બીજી વન-ડે મેચ રમાઈ હતી. ત્યારે સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોએ પથરા ફેંકવાનું શરૂ કરી દીધું હતું. ભારતીય ટીમને મેદાન છોડવું પડ્યું હતું. ત્યારે પાકિસ્તાને 265 રન બનાવ્યા હતા અને ઇનિંગને અહીં જ પૂરી કરવામાં આવી હતી.

રાજેશ ચૌહાણે ભારત માટે 21 ટેસ્ટ અને 35 વન-ડે રમેલી છે, પરંતુ તે હાલ પણ પાકિસ્તાન સામે આપેલી જીતના કારણે વધુ ચર્ચામાં રહે છે.

મેચ ફરી શરૂ થઈ ત્યારે ભારતને 47 ઓવરમાં 266 રનનો પડકાર આપવામાં આવ્યો હતો. ત્યારે ભારતે ઓપનિંગમાં સારી શરૂઆત કરી હતી, પરંતુ મિડલ ઓર્ડરમાં ભારતનો ધબડકો થયો હતો. જોકે રોબિન સિંહ (31 રન નોટઆઉટ) અને સબા કરીમ (26 રન) વચ્ચે 62 રનની પાર્ટનરશિપ બની હતી. જોકે સબા કરીમ આઉટ થઈ ગયો હતો. ભારતને જીત માટે છેલ્લી ઓવરમાં 8 રનની જરૂર હતી. સ્ટ્રાઈક પર રાજેશ ચૌહાણ હતો. ત્યારે ઓવરના બીજા બોલ પર રાજેશે મિડ વિકેટ પર શાનદાર છગ્ગો ફટકાર્યો હતો અને ત્રીજા બોલ પર ભારતને જીત અપાવી હતી.

3. 24 વર્ષ પહેલાં એક ચોગ્ગાએ ભારતીય ટીમને જીત અપાવી હતી

ઋષિકેશ કાનિટકર ભારતને મેચ જિતાડીને પેવેલિયનમાં પરત ફરે છે. તેની સાથે મોહમ્મદ અઝહરુદ્દીન છે.

1998માં ઈન્ડિપેન્ડેન્સ કપમાં બેસ્ટ ઑફ થ્રી ફાઈનલની ત્રીજી મેચ રમાઈ રહી હતી. ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને ટોસ જીતીને પાકિસ્તાનને બેટિંગમાં ઉતાર્યું હતું. પાકિસ્તાને ભારતને 315 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ભારતીયની શરૂઆત સારી રહી હતી. સૌરવ ગાંગુલીએ સદી મારી હતી, પરંતુ બીજી બાજુથી ભારતની વિકેટ પડતી રહેતી હતી. છેલ્લી ઓવરમાં ભારતને જીત માટે 9 રન જોઈતા હતા અને ક્રિઝ પર ઋષિકેશ કાનિટકર અને જાવાગલ શ્રીનાથ હતા. છેલ્લી ઓવર સકલૈન મુસ્તાકે નાખી હતી. ભારતને એ ઓવરમાં પછી 2 બોલમાં 3 રન જોઈતા હતા. ત્યારે સકલૈને કાનિટકરના પગ પાસે બોલ નાખ્યો હતો, જેને કાનિટકરે મિડ વિકેટ ઉપર ચોગ્ગો ફટકારીને ભારતને જીત અપાવી હતી.

4. પહેલો T-20 વર્લ્ડ કપ, પહેલી મેચ બોલ-આઉટમાં જીત્યું ભારત

T-20 વર્લ્ડ કપના લીગ મેચમાં ભારતે પાકિસ્તાનને બોલ આઉટમાં હરાવ્યું હતું.

2007માં પહેલો T-20 વર્લ્ડ કપ સાઉથ આફ્રિકામાં રમાયો હતો, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે લીગ મેચમાં અને પછી ફાઈનલમાં આમને-સામને આવ્યા હતા. લીગ મેચમાં ભારતે પહેલી બેટિંગ કરતાં 141 રન બનાવ્યા હતા. પાકિસ્તાને પણ 141 રન જ બનાવ્યા હતા અને મેચ ટાઈ થઈ હતી. આ પછી મેચનું રિઝલ્ટ બોલ-આઉટથી કાઢવામાં આવ્યું હતું.

ભારતે 3 થ્રો કર્યા હતા. આ ત્રણેય થ્રો વિરેન્દ્ર સેહવાગ, હરભજન સિંહ અને રોબિન ઉથપ્પાએ કર્યા હતા. ભારતના ત્રણેય થ્રો વિકેટ પર જઈને પડ્યા હતા. પાકિસ્તાન તરફથી પણ 3 થ્રો કરવામાં આવ્યા હતા, પરંતુ એકપણ થ્રો સ્ટંપ પર લાગ્યો નહોતો અને ટીમ ઈન્ડિયા એ મેચ જીતી ગઈ હતી.

નીચે આપેલી લિંક પર જઈને બોલ-આઉટનો વીડિયો જુઓ...

5. નવા કેપ્ટન બનેલા ધોનીએ ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું

છેલ્લી ઓવરમાં 13 રન ડિફેન્ડ કરીને જોગિન્દર શર્મા રાતોરાત સ્ટાર બની ગયો હતો.

વર્ષ 2007માં T-20 વર્લ્ડ કપમાં ગ્રુપ મેચ પછી બન્ને ટીમ વચ્ચે ફરી એક વખત ફાઈનલમાં ટક્કર થઈ હતી. મેચમાં ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ કરતાં 157 રન બનાવ્યા હતા. ભારત તરફથી ગૌતમ ગંભીરે 54 બોલમાં 57 રન કર્યા હતા, જ્યારે રોહિત શર્માએ 16 બોલમાં 30 રન ફટકાર્યા હતા. ભારતે આપેલા 158 રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી પાકિસ્તાનની ટીમે 77 રનમાં જ 6 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ મિસ્બાહ ઉલ હકે મેચને છેલ્લી ઓવર સુધી ખેંચી હતી. છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને જીત માટે 13 રનની જરૂર હતી, ત્યારે મિસ્બાહ 43 રન બનાવી આઉટ થઈ ગયો હતો અને ભારતે ફાઈનલ 5 રનથી જીતી લીધી હતી.

આ સાથે જ ટીમ ઈન્ડિયા પહેલો T-20 વર્લ્ડ કપની વિજેતા બની હતી. ભારત તરફથી છેલ્લી ઓવર જોગિંદર શર્માએ નાંખી હતી અને રાતોરાત સ્ટાર બની ગયો હતો.

2007 T-20 વર્લ્ડ કપના અમુક યાદગાર ફોટોઝ...

6. આફ્રિદીએ અશ્વિનને છગ્ગો માર્યો અને પાકિસ્તાનને જીત અપાવી

2014ની એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં જીત માટે 10 રનની જરૂર હતી. કેપ્ટન કોહલીએ આર. અશ્વિનને બોલિંગ આપવાનો નિર્ણય કર્યો હતો. પહેલી જ બોલ પર અશ્વિને બોલ્ડ કરીને ટીમ ઈન્ડિયાની જીતની આશા વધારી દીધી હતી.

અશ્વિનને છગ્ગો ફટકાર્યો ત્યારે આફ્રિદીનો આ પોઝ ખૂબ વાઇરલ થયો હતો.

ક્રિઝ પર આવેલા નવા બેટ્સમેન જુનૈદ ખાને રન લઈને શાહિદ આફ્રિદીને સ્ટ્રાઈક આપી દીધી હતી. આફ્રિદીએ ત્રીજા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો અને મેચ પૂરી રીતે પાકિસ્તાનના હાથમાં જતી રહી હતી. પાકિસ્તાનને 3 બોલમાં 4 રનની જરૂર હતી. આફ્રિદીએ જોરદાર શોટ માર્યો હતો. એક તબક્કે એવું લાગી રહ્યું હતું બાઉન્ડરી પરનો ફિલ્ડર કેચ પકડી લેશે, પરંતુ બોલ બાઉન્ડરીની બહાર થઈ ગયો હતો અને પાકિસ્તાને 1 વિકેટે મેચ જીતી લીધી હતી.

Loading advertisement...