તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
Loading advertisement...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોશિયલ મીડિયા પર વિરાટ સૌથી પોપ્યુલર:ઇન્સ્ટાગ્રામ પર 10 કરોડ ફોલોઅર્સ વાળો દુનિયાનો પ્રથમ ક્રિકેટર; 100 મિલિયનનો આંક ક્રોસ કરનાર ભારતનો પ્રથમ સેલિબ્રિટી, પ્રિયંકા 60 મિલિયન સાથે બીજા સ્થાને

3 દિવસ પહેલા
Loading advertisement...
Open Divya Bhaskar in...
Browser

ભારતીય ક્રિકેટ કપ્તાન વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર સૌથી મનપસંદ ક્રિકેટર બની ગયો છે. સોમવારે ઇન્સ્ટાગ્રામ પર તેના 10 કરોડ (100 મિલિયન) ફોલોઅર્સ પૂરા થયા. તે 100 મિલિયનનો આંકડો ક્રોસ કરનાર વર્લ્ડનો પાંચમો એથ્લીટ છે. આ સિદ્ધિ મેળવવા પર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પણ વિરાટને અભિનંદન પાઠવ્યા.

ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સના મામલે પોર્ટુગલનો સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ટોપ પર છે. જ્યારે રેસલર અને એક્ટર ડ્વેન જોન્સન બીજા, આર્જેન્ટીનાનો સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસી ત્રીજા અને બ્રાઝિલનો ફૂટબોલર નેમાર ચોથા સ્થાને છે.

વિરાટ ઓવરઓલ ફોલોઅર્સના મામલે 23મા નંબરે
ઇન્સ્ટાગ્રામ પર ઓવરઓલ ફોલોઅર્સના મામલે કોહલી 23મા નંબરે છે. આ મામલે ઇન્સ્ટાગ્રામના પોતાના સૌથી વધુ 387 ફોલોઅર્સ છે. ભારતમાં ફોલોઅર્સના મામલે કોહલી ટોપ પર છે. તેણે બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાને પણ પાછળ છોડી દીધી છે. પ્રિયંકા 60 મિલિયન ફોલોઅર્સ સાથે બીજા અને શ્રદ્ધા કપૂર 58 મિલિયન ફોલોઅર્સ સાથે ત્રીજા સ્થાને છે.

વિરાટ ICC રેન્કિંગમાં ત્રણેય ફોર્મેટમાં ટોપ-10માં છે
કોહલી ક્રિકેટના ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વનડે અને T-20)માં ICC રેન્કિંગમાં ટોપ-10 બેટ્સમેનમાં સામેલ છે. વનડેમાં તે ટોપ પર છે, જ્યારે ટેસ્ટમાં પાંચમા અને T-20માં સાતમા સ્થાને છે. તેણે 251 વનડેમાં 59.31ની એવરેજથી 12,040 રન બનાવ્યા છે. જ્યારે 90 ટેસ્ટમાં 7,490 અને 85 T-20માં 2,928 રન બનાવ્યા છે.

ઘરમાં 22મી ટેસ્ટ જીતીને વિરાટે ધોનીનો રેકોર્ડ તોડ્યો
વિરાટે હાલમાં ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટમાં 22મી જીત મેળવી સૌથી સફળ હોમ કપ્તાન બનવાની સિદ્ધિ મેળવી. તેણે ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ જીતવાના મામલે મહેન્દ્રસિંહ ધોનીને પાછળ છોડી દીધો છે. ધોનીએ ઘરઆંગણે 30 ટેસ્ટમાં કપ્તાની કરી, જેમાંથી 21માં જીત મેળવી અને 3માં હારનો સામનો કર્યો. 6 ટેસ્ટ ડ્રો રહી હતી. જ્યારે વિરાટની કપ્તાનીમાં ઘરઆંગણે ભારત 29 ટેસ્ટ રમ્યું, જેમાંથી 22 જીત્યું, 2 હાર્યું અને 5 ડ્રો રહી.

Loading advertisement...
અન્ય સમાચારો પણ છે...