ઇન્ડિયન કોચનું વેક્સિનેશન:રવિ શાસ્ત્રીએ ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટના બે દિવસ પહેલાં કોવિડ-19 વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
- શાસ્ત્રીએ કહ્યું કે, કાંટા બેન અને તેમની અપોલોની ટીમ ઘણી ઈમ્પ્રેસીવ હતી
ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ મંગળવારે અમદાવાદ ખાતે કોવિડ-19 વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. શાસ્ત્રીએ સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરીને લખ્યું કે, મેં કોવિડ-19 વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો. મેડિકલ પ્રોફેશનલ્સ અને વૈજ્ઞાનિકોનો આભાર કે જેઓ મહામારીનો સામનો કરવા માટે દેશને મજબૂત કરી રહ્યા છે.
શાસ્ત્રીએ વધુમાં ઉમેર્યું કે, કાંટા બેન અને તેમની અપોલોની ટીમ ઘણી ઈમ્પ્રેસીવ હતી. ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયન કોચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટના બે દિવસ પહેલા કોવિડ-19 વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. ભારત 4 ટેસ્ટની શ્રેણીમાં 2-1થી આગળ છે. અંતિમ ટેસ્ટ જીતવા અથવા ડ્રો કરવા પર ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી જશે.
સોમવારે 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો અને 45 વર્ષથી ઉપરના ગંભીર બીમારીથી પીડિત લોકોને રસી આપવાની શરૂઆત થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દિલ્હી એઇમ્સમાં રસી મુકાવી હતી. તેમણે આઈસીએમઅાર અને ભારત બાયોટેક દ્વારા વિકસિત કરાયેલી કોવેક્સિનનો ડોઝ લીધો હતો.
આ રસીની વિશ્વસનીયતા અંગે વિપક્ષે સવાલ ઉઠાવ્યા હતા. સાથે તેઓ દિવસભર સામાન્ય કામકાજ કરતા નજરે પડ્યા હતા. તેમણે રસી આપનાર નર્સને કહ્યું કે અરે રસી લગાવી પણ દીધી ખ્યાલ પણ ના આવ્યો. પ્રથમ દિવસે 4.72 લાખ લોકોને રસીનો ડોઝ અપાયો હતો. જ્યારે 23 લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી છે.