અપકમિંગ / ભારતમાં Toyota ની 'Baleno' આગામી 6 જૂને લોન્ચ થશે, કિંમત અંગે હજી સસ્પેન્સ

 • મારુતિ સુઝુકી Baleno બેઝ્ડ ટોયોટા Glanza માત્ર 1.2- લિટર પેટ્રોલ એન્જિન સાથે આવશે
 • આ કારમાં 5- સ્પીડ મેન્યુઅલ ગિયર બોક્સ અને CVTનો ઓપ્શન મળશે
 • Glanzaની માર્કેટમાં હ્યુન્ડાઇ આઇ 20, હોન્ડા જેઝ અને આગામી ટાટા Altroz સાથે ટક્કર થશે
   
Divyabhaskar.com May 18, 2019, 09:30 AM IST

ઓટો ડેસ્ક. મારુતિ સુઝુકી અને ટોયોટાએ નવી ફ્લેગશિપ શરુ કરી છે. જેમાં કેટલીક કારનું બંને કંપનીએ સાથે મળીને ઉત્પાદન અને વેચાણ કરશે. જ્યારથી ઇન્ટરનેટ પર ગ્લેન્ઝાની પ્રથમ તસવીર સામે આવી છે ત્યારથી ટોયોટાની મારુતિ સુઝુકી બેલેનો પ્લેટફોર્મ પર બનેલી 'ટોયોટા ગ્લેન્ઝા' ભારે ચર્ચામાં રહી છે. અત્યાર સુધી, આ કાર અંગે એવી માહિતી હતી કે, તે જૂનની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. કંપનીએ હવે તેની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ટોયોટા ગ્લેન્ઝા ભારતમાં 6 જૂન, 2019નાં રોજ લોન્ચ થશે.

કંપની ગ્લેન્ઝાનાં માત્ર બે ટોપ મોડેલનું જ વેચાણ કરશે

 • 1.

  કંપનીએ કારનાં લોન્ચિંગની તારીખ જાહેર કરવાની સાથે કારનો બીજો ટીઝર વીડિયો પણ જારી કર્યો છે. આ ટીઝરમાં ગ્લેન્ઝાનો આગળનો ભાગ જોઈ શકાય છે. આ કારના સ્પાઈ ફોટો પણ પહેલા જોયા હતા. ગ્લેન્ઝાના આગળના લૂકની વાત કરીએ તો, તેમાં ક્રોમ-બાઉન્ડ ગ્રીલ આપવામાં આવી છે, પરંતુ તેના સિવાય તે બહારથી મારુતિ સુઝુકી બેલેનો ફેસિલિફ્ટ જેવી જ લાગે છે. અહીં બેલેનો જેવા એલોય વ્હીલ પણ છે. આ કારમાં બેક સાઈડ ટોયોટા ગ્લાન્જા અને વેરિએન્ટોનો લૉગો અલગ દેખાશે.

 • 2.

  એવી ધારણા છે કે, આ કારમાં V વેરિયન્ટ્સ ટોપ મોડેલ હશે, જે બલેનો અને આલ્ફા વેરિયન્ટ્સ આધારિત હશે. તેનું લોઅર મોડેલ G વેરિઅન્ટ હશે જે બેલેનોના Zeta પર આધારિત હશે. કારના ઈન્ટિરિઅર વિશે વાત કરીઓ તો, તે પણ મારુતિ સુઝુકી બેલેનો ફેસિલિફ્ટ જેવું જ છે. ડૅશ લેઆઉટથી લઈને સ્ટિયરીંગ વ્હીલ અને અપહોલ્સ્ટરીનાં કલર સ્કીમ સુધી ગ્લેન્ઝા અંદરથી બેલેનો જેવી જ છે. જોકે ટોયોટાનો લોગો સ્ટીયરિંગ પર લાગેલો હશે. ગ્લેન્ઝામાં પણ બલેનો સ્માર્ટ પ્લે સ્ટુડિયો યુનિટ જેવી 7.0 ઇંચની ટચસ્ક્રીન ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ હશે. ટોયોટાએ સિસ્ટમ ઇન્ટરફેસમાં કેટલાંક ફેરફારો કર્યા છે.

 • 3.

  નવી ગ્લેન્ઝાનાં એન્જિનની વાત કરીએ તો, મળતી માહિતી મુજબ તેને બલેનો ફેસલિફ્ટથીમાંથી જ 1.2-લિટર K12B પેટ્રોલ એન્જિન લેવામાં આવ્યું છે. આ એન્જિન 84hpનું છે. આ કારમાં કોઈ ડીઝલ એન્જિન નહીં હોય. સૂત્રોના જણાવ્યા મુજબ, ભવિષ્યમાં K12B સાથે સ્માર્ટ હાઈબ્રિડ સિસ્ટમ વાળું 1.2 લિટર K12C DualJet એન્જિન પણ પૂરું પાડવામાં આવશે. ટ્રાન્સમિશન માટે અહીં 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને CVT વિકલ્પ મળશે.

 • 4.

  નવી ગ્લેન્ઝામાં જોવા મળતો ખાસ તફાવત તેની લાંબી સ્ટાન્ડર્ડ વોરંટી હશે. એવી આશા છે કે, નવી ગ્લેન્ઝાને 3-વર્ષ/100,000 કિમીની સ્ટાન્ડર્ડ વોરંટી સાથે શરૂ કરવામાં આવશે, જેમ કે અન્ય ટોયોટા મોડેલોમાં જોવા મળે છે. તુલનાત્મક રીતે, બેલેનો 2-વર્ષ/40,000 કિમીની સ્ટાન્ડર્ડ વોરંટી સાથે આવે છે. કિંમતની વાત કરવામાં આવે તો ગ્લેન્ઝાની કિંમત બેલેનો કરતાં વધારે હશે, કારણ કે ગ્લેન્ઝાના ફક્ત બે ટોપ મોડેલનું જ વેચાણ કરવામાં આવશે. ટોયોટા Glanzaની માર્કેટમાં ટક્કર હ્યુન્ડાઇ આઇ 20, હોન્ડા જેઝ અને આગામી ટાટા Altroz સાથે થવાની છે.

Share
Next Story

અપકમિંગ / ટાટા મોટર્સ તેની 5 દમદાર SUV લોન્ચ કરશે, હેરિયરનું ફેસલિફ્ટ વેરિઅન્ટ પણ આવશે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Toyota's 'Baleno' in India will be launched next June 6, suspension still about price
(News in Gujarati from Divya Bhaskar)