ત્રણ માસમાં ચાર ચોરીને અંજામ આપનાર જાદરના બે ચોર પકડાયા

News - એલસીબીએ 2.44 લાખનો મુદ્દામાલ કબજે લઇ તપાસ કરી

Divyabhaskar.com Apr 23, 2019, 12:11 PM IST
છેલ્લા ત્રણ મહિના દરમિયાન હિંમતનગર તાલુકામાં ચાર ચોરીઅોને અંજામ અાપનાર ઇડર તાલુકાના જાદર ગામના બે શખ્સોને સાબરકાંઠા અેલસીબીઅે બાતમીને અાધારે રવિવારના રોજ અાગિયોલ નજીક હાઇવે પરથી ઝડપી પાડી રૂા.2.44 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

દસેક દિવસ અગાઉ ગાંભોઇ ખાતે દુકાનોના શટર તોડી થયેલ ચોરી અંતર્ગત અેલસીબીના કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ અને પ્રહર્ષકુમારને રવિવારે બાતમી મળી કે ચોરીનો મુદ્દામાલ લઇ બે શખ્સો ગાડી લઇ રાજસ્થાન વેચવા જઇ રહ્યા છે. આ અંગે પીઅેસઅાઇ જે.પી.રાવ અને જે.અેમ. પરમારને જાણ કરતા સ્ટાફ સહિત અાગિયોલ નજીક હાઇવે રોડ પર પહોંચી નાકાબંધી કરી વાહન ચેકીંગ શરુ કરતા બાતમી વાળી ગાડી અાવી પહોંચતા બે શખ્સોનેે નીચે ઉતારી ગાડીમાં ચેકીંગ કરતા ચોરી કરેલ સામાન મળી આવતા બંનેની પૂછપરછ કરતા જીજ્ઞેશકુમાર ઉર્ફે જીગો સોમાભાઇ ડાહ્યાભાઇ પટેલ (રહે. માઢવાસ જાદર) અને વિભાકર નારાયણભાઇ મણીભાઇ પટેલ (રહે. પોલીસ સ્ટેશન પાછળ દેવનગર જાદર) જણાવ્યુ હતુ. વધુ પૂછપરછ કરતા દસેક દિવસ અગાઉ બાપા સીતારામ સબમર્સીબલ રીપેરીંગ નામની દુકાન તથા અન્ય બે દુકાનમાં ચોરી કર્યાનુ અને બે માસ અગાઉ મોતીપુરામાં અેક ગાડીમાંથી લેપટોપ તથા તલોદ રોડ પર દેવલ ટ્રેડર્સમાંથી જનરેટર અને હિંમતનગર વિજાપુર રોડ પર પોલાજપુર પાટિયા નજીક ગ્લોબલ અેરોસોલ ફેક્ટરીમાંથી અેલસીડી,પ્રિન્ટર અને કલર સ્પ્રેની બોટલોની ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

રીકવર કરેલ મુદ્દામાલ

Next Story

ફરજ / માતાના અંતિમ સંસ્કાર કરી શિક્ષક એક કલાકમાં જ ચૂંટણી કામગીરીમાં જોડાયા

Next

Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Himatnagar News - two thieves were arrested in the three months of thirteen thieves by the thieves 121059
(News in Gujarati from Divya Bhaskar)