સાબરકાંઠા જિલ્લામાં ક્યાંક વ્યવસ્થાનો અભાવ તો ક્યાંક પોલીસ દ્વારા વૃદ્ધો- વિકલાંગોને મદદ કરાઇ

News - હિંમતનગરના મહાવીરનગરમાં અાવેલ જૈનાચાર્ય સ્કુલમાં વ્હીલચેરનો અભાવ હોવાથી શારીરિક રીતે તકલીફ વાળાઅોને...

Divyabhaskar.com Apr 24, 2019, 06:16 AM IST
હિંમતનગરના મહાવીરનગરમાં અાવેલ જૈનાચાર્ય સ્કુલમાં વ્હીલચેરનો અભાવ હોવાથી શારીરિક રીતે તકલીફ વાળાઅોને મુશ્કેલીથી મતદાન મથકે પહોંચી શકતા હતા. તસવીર- અશોક રાવલ

મેઢાસણના 101 વર્ષિય કીકાબાએ ઉત્સાહભેર મતદાન મતદાન કર્યું

મોડાસા | મેઢાસણના 101 વર્ષિય વૃદ્ધા કીકાબા જગતસિંહ શકતાવતેં પણ લોકશાહીના મહાપર્વ પર ઉત્સાહભેર મતદાન મથક ખાતે પહોચી મતદાન કર્યું હતુ. તસ્વીર- નવનીત મહેરા

અકસ્માતમાં બે પગ ગુમાવનારા હંસાબેને મત આપી ફરજ નિભાવી

ભિલોડા| 30 ભિલોડા વિધાનસભા 5-લોકસભા મતવિસ્તારમાં દિવ્યાંગ હંસાબેન પટેલને વર્ષો અગાઉ અકસ્માતમાં બન્ને પગ ગુમાવવા પડ્યા હતા. હંસાબેન પટેલ રાષ્ટ્ર લેવલે બરછી ફેંક જેવી રમતોમાં શ્રેષ્ઠ સ્થાન ધરાવી ભારત નું નામ રોશન કર્યું છે. તેમણે મત આપ્યો હતો.

મંગળવારે સાબરકાંઠા લોકસભા ચૂંટણીમાં મત આપવા માટે આવેલા વિકલાંગોને અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા મતદાન મથક સુધી પહોંચવા મદદ કરવામાં આવી હતી.તસવીર-ભાસ્કર

હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહેતાપુરાની પ્રાથમિક શાળામાં છાશની વ્યાવસ્થા કરવામાં આવી હતી.

ખેડબ્રહ્માના દેલવાડાકંપામાં 100 વર્ષના દેવકી મા એ પણ મતદાન કર્યુ

ખેડબ્રહ્મા| ખેડબ્રહ્મા તાલુકાના દેલવાડા કંપા માં 100 વર્ષ ના દાદી દેવકીમા એ પણ વ્હલી ચેર પર બેસીને મતદાન કર્યું.તસવીર- જતીનસુથાર

માલીવાડ અને સવગઢ મતદાન કેન્દ્રો ઉપર વ્યવસ્થાના અભાવે વૃદ્ધ મતદારો ઢસડાઈ ને મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું તસવીર-મકસુદ મનસુરી

હિંમતપુરના 110 વર્ષના મોહનભાઇએ પૌત્રોના સહારાથી મત આપ્યો

ઇડર તાલુકાના હિમતપુર ગામના 110 વર્ષના મોહનભાઈ ત્રિકમભાઈ પટેલે પૌત્રોના સહારાથી મતદાનની ફરજ અદા કર્યો હતો. તસ્વીર-પરેશ પટેલ

Next Story

ફરજ / માતાના અંતિમ સંસ્કાર કરી શિક્ષક એક કલાકમાં જ ચૂંટણી કામગીરીમાં જોડાયા

Next

Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Himatnagar News - somewhere in the sabarkantha district where the lack of system is done the police helped the elderly the handicapped people 061618
(News in Gujarati from Divya Bhaskar)