આકરી ગરમી વચ્ચે આજે મતદાન, ફરજ ચૂકશો નહીં

News - આરપારની લડાઇ

Divyabhaskar.com Apr 23, 2019, 12:11 PM IST

05 સાબરકાંઠા લોકસભા બેઠક માટે દીપસિંહ રાઠોડ પસંદ છે કે રાજેન્દ્રસિંહ ઠાકોર પસંદ છે તેનો ફેંસલો કરવા બંને જિલ્લાના 17.97 લાખ મતદારોને અાજે રૂડો અવસર પ્રાપ્ત થયો છે.

સા.કાં.લોકસભા બેઠક પર 10 રાજકીય પક્ષ અને અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે સાંસદ દીપસિંહ રાઠોડ શંકરસિંહ રાઠોડને રીપીટ કર્યા છે તો કોંગ્રેસે મોડાસા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ શીવસિંહ ઠાકોરને ટીકીટ અાપી છે. પરંતુ હિન્દુસ્તાન નિર્માણ દળના ઉમેદવાર જયંતિભાઇ શામજીભાઇ પટેલ અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધર્મેન્દ્રસિંહ સમસુભાઇ ખરાડી તથા બહુજન સમાજ પાર્ટીના વિનોદભાઇ જેઠાભાઇ મેસરીયા સહિતના ઉમેદવારો તથા નોટા બંને રાજકીય પાર્ટીઅોને 5 થી 50 હજાર મતનુ નુકશાન કરવા સક્ષમ છે. આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરુ થઇ જશેે અને ગરમીને લઇને સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સોમવારના રોજ સવારથી જ ચૂંટણીકર્મીઅોને 135 બસ દ્વારા ઇવીઅેમ, વીવીપેટ અને ચૂંટણી સાહિત્ય સાથે જે તે વિધાનસભા મત વિસ્તાર અને ત્યાંથી મતદાન મથકે રવાના કરી દેવાયા છે.

કેવી રીતે મતદાન કરશો :

મતદાન મથકમાં મતદાર પ્રથમ પોલીંગ અધિકારી પાસે જશે, જે એમના નામ અને ફોટાની ચકાસણી એજન્ટની હાજરીમાં કરશે. ત્યારપછી બીજા પોલીંગ અધિકારી પાસે જતાં હાથની પ્રથમ આંગળી પર અવિલોપ્ય શાહી લગાવશે અને પછી ત્રીજા પોલીંગ અધિકારી પાસે જતાં સહી કે અંગૂઠાનું નિશાન લીધા બાદ મત આપવા માટે સ્લીપ અપાતાં પ્રિસાઇડીંગ ઓફિસર દ્વારા કંટ્રોલ યુનિટમાંથી મત આપવા બટન દબાવાશે. ત્યારબાદ મતદાર મતકુટીરમાં જઇ ઇવીએમમાં ફોટો સાથેના બેલેટ પેપર પરથી પસંદગીના ઉમેદવારની સામે બટન દબાવી મત આપશે.

નોટાનો ઉપયોગ ઇચ્છો તો આ રીતે ?

કોઇ ઉમેદવાર પસંદ નથી એવા સંજોગોમાં નોટોનો ઉપયોગ કરવા માટે પ્રત્યેક ઇવીએમમાં છેલ્લું બટન નોટો માટે રખાયું છે. તે બટન દબાવવાથી મતદાર પોતાને કોઇ ઉમેદવાર પસંદ નથી એ દર્શાવી શકશે.

2381

મતદાન મથક

17.97 લાખ

કુલ મતદારો

4.37લાખ

યુવા મતદારો

16729

કર્મચારી ફરજ પર

240 સ્થળે

વેબકાસ્ટિંગ થશે

35

સખી મત. મથક

07

દિવ્યાંગ મથકો

8345

કંટ્રોલ-બેલેટ

3064

વીવીપેટ મશીન

3863

પોલીસકર્મીઓ

ગરમીથી બચવા આજે સવારે 7થી 10 સુધીમાં મતદાન કરી દેજો

સમય તાપમાન

સવારે 08.30 28.0 થી 29.0 ડિગ્રી

સવારે 11.30 39.5 થી 40.5 ડિગ્રી

બપોરે 02.30 40.5 થી 41.0 ડિગ્રી

બપોરે 03.30 41.5 થી 42.0 ડિગ્રી

સાંજે 05.30 40.2 થી 40.8 ડિગ્રી

મતદાનમાં આ પુરાવા પૈકી ગમે તે એક માન્ય

Share
Next Story

હિંમતનગર| હિંમતનગર શહેરના હાર્દસમા હાજીપુરા વિસ્તારમાં આવેલા ત્રણ ખૂણીયા ઓટલા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Himatnagar News - polling today between extreme heat do not miss duty 121106
(News in Gujarati from Divya Bhaskar)