હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નં.4 ની પેટાચૂંટણી 7મી ઓક્ટોબરે

News - કોંગ્રેસી કાઉન્સીલરનું અવસાન થતાં સીટ ખાલી પડી હતી

Divyabhaskar.com Sep 12, 2018, 02:35 AM IST
હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નં. 4 ના કોંગ્રેસી કાઉન્સીલરનુ અવસાન થતા એક સીટ માટે ચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ થતા ટીકીટ માટે ફરીથી દોડધામ શરૂ થઇ છે.

હિંમતનગર શહેરના વોર્ડનં. 4 ના કોંગ્રેસના કાઉન્સીલર જગદીશભાઇ બાબુભાઇ જયસ્વાલનુ અવસાન થતાં એક બેઠક ખાલી થઇ હતી. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્વરાજની સંસ્થાઓમાં પેટા ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર થતા શહેરમાં ચૂંટણીનો ગરમાવો આવી ગયો છે. જાહેર થયેલ કાર્યક્રમ અનુસાર તા. 17/09/18 ના રોજ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ઉમેદવારી પત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ 22/09/18 છે અને તા. 24/09/18 નારોજ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ 25/09/18 છે અને તા. 07/10/18 ના રોજ મતદાન યોજાયા બાદ તા. 09/10/18 ના રોજ મતગણત્રી હાથ ધરાનાર છે. પાલિકામાં પેટા ચૂંટણીની જાહેરાત થતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને ટીકીટ માટે દોડધામ મચી જવા પામી છે.

Share
Next Story

રાજસ્થાનની જોગી - કાલબેલીયા ગેંગની પૂછપરછ દરમિયાન ચોરીનો ભેદ ઉકેલાયો

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Himatnagar - હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નં.4 ની પેટાચૂંટણી 7મી ઓક્ટોબરે
(News in Gujarati from Divya Bhaskar)