પાટણમાં ત્રણ પેઢી જૂના વેપારીએ 400 માટીની ગણપતિની મૂર્તિઅો બનાવી
News - પાટણ| પાટણ શહેરમાં ઓતિયાની શેરીમાં રહેતા અને છેલ્લા ત્રણ પેઢીથી વ્યવસાય કરતા પરિવાર દ્વારા ચારસો જેટલી મૂર્તિઓ...
Divyabhaskar.com | Updated -Sep 11, 2018, 02:35 AM
પાટણ| પાટણ શહેરમાં ઓતિયાની શેરીમાં રહેતા અને છેલ્લા ત્રણ પેઢીથી વ્યવસાય કરતા પરિવાર દ્વારા ચારસો જેટલી મૂર્તિઓ માટીના ગણેશની બનાવી છે. તળાવ અને નદીમાંથી ચીકણી માટી લાવીને ભગવાન ગણેશની પ્રતિમાઓ તૈયાર કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહેલા પરિવારના સભ્ય નવીનભાઈ ઓતીયાએ જણાવ્યું કે અમારી ત્રણ પેઢીથી અમો ધાર્મિક તહેવારને અનુલક્ષીને વિવિધ દેવી-દેવતાઓની શુદ્ધ માટીમાંથી પ્રતિમાઓ તૈયાર કરીએ છીએ. ચાલુ સાલે પણ અમોએ તળાવ અને નદીમાંથી ચીકણી માટી લાવીને ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓ વેચાણ અર્થે તૈયાર કરી છે. તો ચારસો જેટલી મૂર્તિઓ ઓર્ડર પ્રમાણે બનાવી છે.
દિવ્ય ભાસ્કર દ્વારા કરાયેલ માટીના ગણેશ માટેની અપીલના કારણે લોકોમાં જાગૃતતા આવી હોવાથી દર વર્ષ કરતા ચાલુ વર્ષે મોટાભાગના શ્રદ્ધાળુઓ માટી માંથી તૈયાર કરાયેલી મૂર્તીઓની માંગ કરી રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું.
જો તમે ગણપતિની માટીની મૂર્તિ બનાવતા હોય અથવા વિક્રેતા હોય તો આ નંબર પર સંપર્ક કરી ફોટા -વિગતો મોકલી શકો છો
નામ મોબાઇલ નંબર સ્થળ
યોગેશભાઇ બ્રહ્મભટ્ટ 9173917000 હિંમતનગર
નવનીતભાઇ મહેરા 9979416699 મોડાસા