હિંમતનગર SOG અે ચોરીના એક્સેસ સાથે એકને ઝડપ્યો

News - અમદાવાદના શખ્સને પેટ્રોલીંગ દરમ્યાન પકડ્યો

Divyabhaskar.com Sep 12, 2018, 02:35 AM IST
સાબરકાંઠા એસઓજીએ મોતીપુરા બાયપાસ ત્રણ રસ્તા નજીકથી મંગળવારે ચોરીના અેક્સેસ સાથે મૂળ અમદાવાદના એક શખ્સને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

એસઅોજી સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર એસઓજી પીએસઆઇ એસ.એન. પરમાર સ્ટાફ સહીત પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મૂળ અમદાવાદના અને હાલ હસનનગર સરકારી વસાહતમાં રહેતા અમજદખાન સ/ઓ જલાલખાન પઠાણને મોતીપુરા બાયપાસ ત્રણ રસ્તા નજીક આવેલ કેનાલના પૂલીયા નજીક એક્સેસ નં.જી.જે-9-સી.ટી.-257 લઇ જતા શંકાસ્પદ હાલતમાં પકડી પાડી એક્સેસના પેપર્સ માગતા ગલ્લા તલ્લા કરતા પોકેટ કોપ અને ઇ- ગુજકોપની મદદથી તપાસ કરતા આ એક્સેસ ચોરીનુ હોવાનુ ખૂલ્યા બાદ તેણે સાતેક દિવસ પહેલા મહાવીનગરની ગ્રીનપાર્ક સોસાયટીમાંથી ચોરી કર્યુ હોવાની કબૂલાત કરતાં આગળની કાર્યવાહી માટે બાઇક ચોરને એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો.

Share
Next Story

રાજસ્થાનની જોગી - કાલબેલીયા ગેંગની પૂછપરછ દરમિયાન ચોરીનો ભેદ ઉકેલાયો

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Himatnagar - હિંમતનગર SOG અે ચોરીના એક્સેસ સાથે એકને ઝડપ્યો
(News in Gujarati from Divya Bhaskar)