Loading...

સરકારી કર્મચારીઓ પડતર પ્રશ્નો મુદ્દે ગાંધીનગરમાં ધરણાં કરશે

ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓના પડતર પ્રશ્નોની રજૂઆતો ઘણા લાંબા સમયથી સરકારને આપેલ હોવા સરકાર દ્વારા કોઇ...

Divya Bhaskar Sep 12, 2018, 02:31 AM
ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓના પડતર પ્રશ્નોની રજૂઆતો ઘણા લાંબા સમયથી સરકારને આપેલ હોવા સરકાર દ્વારા કોઇ હકારાત્મક પ્રતિભાવ ન મળતા રાજ્યના તમામ કર્મચારી સંઘો/ મહાસંઘના હોદ્દેદારોની મીટીંગ ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમીતીના નેજા હેઠળ મળી હતી.કર્મચારીઓ 6 ઓક્ટોબરે તમામ કર્મચારી સંઘો-મહાસંઘના હોદેદારો ગાંધીનગરમાં ધરણાં કરશે.

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ પ્રમુખ આર. એચ. પટેલ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ કે તમામ કર્મચારીઓ દ્વારા તા. 21/09/2018 ના રોજ બપોરે રિસેશના સમયમાં ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના કાર્યાલય આગળ સૂત્રોચ્ચાર કરવાનો કાર્યક્રમ આપેલ છે તથા કર્મચારીઓ કાળી પટ્ટી પહેરી વિરોધ પ્રદર્શન કરશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જુના સચિવાલયની કેન્ટીન ખાતે સરકારના વિવિધ વિભાગોના અલગ અલગ મહામંડળોના હોદ્દેદારોની મીટીંગ મળનાર છે જેમાં સરકાર દ્વારા તા. 30/09/2018 સુધીમાં કોઇ હકારાત્મક પ્રતિભાવ ન મળે તો તા. 06/10/18 ના રોજ તમામ કર્મચારી સંઘો/ મહાસંઘના હોદ્દેદારો દ્વારા ગાંધીનગર ખાતે ધરણાનો કાર્યક્રમ રાખેલ છે. આમ છતાં સરકાર દ્વારા કોઇ ઉકેલ નહિ લાવવામાં આવે તો રાજ્યના તમામ જીલ્લાઓમાં ઝોનવાઇઝ મીટીંગો કરી રેલી/ મહારેલી કરી આંદોલન આગળ વધારવામાં આવશે.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Himatnagar - સરકારી કર્મચારીઓ પડતર પ્રશ્નો મુદ્દે ગાંધીનગરમાં ધરણાં કરશે
(News in Gujarati from Divya Bhaskar)