લોકશાહી પવિત્ર પર્વ ચૂંટણીની જિલ્લાજનોઅે ઉત્સાહથી ઉજવણી કરી હોય

News - લોકશાહી પવિત્ર પર્વ ચૂંટણીની જિલ્લાજનોઅે ઉત્સાહથી ઉજવણી કરી હોય તેમ વહેલી સવારથી જ મતદારોઅે મતદાન કેન્દ્રો પર...

Divyabhaskar.com Apr 24, 2019, 06:16 AM IST

લોકશાહી પવિત્ર પર્વ ચૂંટણીની જિલ્લાજનોઅે ઉત્સાહથી ઉજવણી કરી હોય તેમ વહેલી સવારથી જ મતદારોઅે મતદાન કેન્દ્રો પર લાંબી કતારો લગાવી દીધી હતી. પરંતુ બપોર બાદ નિરસ વાતાવરણ જોવા મળ્યુ હતુ મતદારોનો અન્ડર કરન્ટ ગમે તેને ઝટકો અાપવા સક્ષમ છે તેમ છતાં બંને પક્ષે જીતના દાવા થઇ રહ્યા છે. ઇવીઅેમ વીવીપેટ ખોટકાવાની છૂટ પૂટ ઘટનાઅોને બાદ કરતા અેકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયુ હતું. સાંજે 6 વાગ્યા સુધીમાં 67.25 ટકા મતદાન નોંધાયુ હતુ.

સવારે 6 થી 7 મોકપોલ કરવામાં અાવ્યા બાદ 7 વાગ્યાથી બંને જિલ્લાના 2381 મતદાન મથક પર મતદાન શરુ થયુ હતુ મતદાને સવારે 9 થી 11 દરમિયાન ગતિ પકડી હતી અને બે કલાકમાં 7 વિભાનસભા બેઠકો ઉપર સરેરાશ 17 ટકા જેટલુ મતદાન નોંધાયુ હતું અને બપોરે અેક વાગ્યા સુધીમાં 43.08 ટકા મતદાન નોંધાયા બાદ જંગી મતદાન થવાની સંભાવના પેદા થઇ હતી.ચારેક કલાકમાં માત્ર 22.94 ટકા મતદાન નોંધાયુ હતુ મતદારોની નીરસતા પારખી ગયેલા કાર્યકરોઅે અેડીચોટીનું જોર લગાવી મતદારોને ઘરમાંથી બહાર લઇ અાવી મતદાન મથક સુધી પહોંચાડ્યા હતા. વર્ષ 2014 માં 67.36 ટકા જેટલુ મતદાન નોંધાયુ હતુ અને અા વખતે દોઢ લાખ જેટલા મતદારોનો ઉમેરો થવા છતાં સાંજે 6 વાગ્યા સુધીમાં 67.25 ટકા મતદાન થયુ હતુ .

સાબરકાંઠા જિલ્લામાં સવારે 6 વાગ્યે કરવામાં અાવેલ મોકપોલ દરમિયાન સંખ્યાબંધ મતદાનમશીનો બગડ્યા હતા જિલ્લા ચૂંટણી વિભાગ ધ્વારા મળતી અનુસાર મોકપોલ દરમિયાન 18 બેલેટ યુનીટ, 19 કન્ટ્રોલ યુનીટ અને 32 વીવીપેટમાં ક્ષતિ જોવા મળી હતી જેને તાત્કાલિક રીપ્લેસ કરી સવારે સાત વાગ્યે સમય અનુસાર મતદાન શરુ કરવામાં અાવ્યુ હતુ. નાયબ ચૂંટણી અધિકારી મુકેશભાઇ પરમારે વધુ વિગત અાપતા જણાવ્યુ હતુ કે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 10 બેલેટ યુનીટ, 5 કન્ટ્રોલ યુનીટ અને 6 વીવીપેટમાં ખામી જણાતા રીપ્લેસ કરવામાં અાવ્યા હતા.માલપરુના સાતરડા પ્રા. શાળામાં EVM ખોટકાયુ, EVMમાં 7 મતના - બદલે-14 મત પડેલા દેખાતા અડધો કલાક મતદાન કામગીરી ઠપ્પ થઇ હતી. મેઘરજના પહાડીયામાં EVM ખોટકાતા મતદારોમાં નિરાશા:ચૂંટણી વિભાગ દ્વારા EVM બદલવામાં આવ્યુ હતુ. મોડાસાના સબલપુર બુથ નંબર-118 પર બપોર સુધીમાં માત્ર-2 વોટ પડ્યા હતા. મોડાસાના સબલપુર કંપા,લાલપુર કંપા અને મહાદેવ પુરા કંપાના 372 મતદારોએ મતદાનનો વિરોધ કર્યો હતો. મેઘરજના જાલમપુરમાં EVM ખોટકાયુ હતુ. મેઘરજ તાલુકાના પંચાલ પહાડીયા ગામે વહેલી સવારે અને જાલમપુર ગામે બપોર બાદ અચાનક ઈવીએમ મશીનમાં 2.7 ની એરર આવતા મતદાન ખોટવાતાં તંત્ર દ્વારા બીજુ ઈવીએમ લગાવવામાં આવ્યુ હતુ.

હિંમતપુરના ખેડૂતને મતદાન ન આપવા દીધો

વડાલીના હિંમતપુરના હસમુખભાઈ પટેલ મત આપવા ગયા ત્યારે તેમને પુલીગ બુથના અધિકારી દ્વારા મતદાન કરતા રોકવામાં આવતા પૂછતાં મતદાન અધિકારીએ જણાવ્યું કે તમે સરકારી અધિકારી છો તમારૂં મતદાન બેલેટ પેપરથી થઈ ગયુ હોવાથી મતદાનયાદીમાં તમારા નામની આગળ ઇલેક્શન ડ્યૂટી સર્ટિફિકેટ (ઇડીસી) નો સિક્કો લાગેલ હોવાથી તમે મતદાન નહી કરી શકો. મતદાન મથક બહાર ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો.

Next Story

ફરજ / માતાના અંતિમ સંસ્કાર કરી શિક્ષક એક કલાકમાં જ ચૂંટણી કામગીરીમાં જોડાયા

Next

Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Himatnagar News - democracy has celebrated the holy districts of the district and enthusiastically 061613
(News in Gujarati from Divya Bhaskar)