હિંમતનગરમાંથી બાઇકચોર ઝડપાયો, ત્રણનો ભેદ ઉકેલાયો

News - કોટડા છાવણીનો અને કરણપુરમાં રહેતો હતો

Divyabhaskar.com Apr 23, 2019, 12:11 PM IST
હિંમતનગર બી ડિવિઝન પોલીસે રવિવારે રાત્રે મહેતાપુરા સર્કલ નજીકથી બાઇક પર જઇ રહેલ શખ્સને શંકાને અાધારે ઉભો રાખી બાઇકના પેપર્સ માંગતા ગલ્લા તલ્લા કર્યા બાદ પોકેટ કોપની સહાયથી ચોરીનું બાઇક હોવાનુ પ્રસ્થાપિત થતા પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતાં ત્રણ ચોરીનો ભેદ ખૂલ્યો હતો. અા શખ્સ બાઇક ચોરીમાં પંકાઇ ગયેલ કોટડા છાવણી તાલુકાનો અને કરણપુર ખાતે રહેતો હોવાનુ ખૂલ્યુ હતું.

રવિવારે રાત્રે બી ડીવીઝન પીઅેસઅાઇ પ્રતિપાલસિંહ સ્ટાફ સહિત નાઇટ રાઉન્ડમાં હતા દરમિયાન મહેતાપુરા સર્કલ પાસે ઇડર બાજુથી અાવી રહેલ અેક બાઇક ચાલકને ઉભો રાખી બાઇકના પેપર્સ બાબતે પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરવા માંડતા શંકા થતા પોકેટકોપની મદદથી બાઇક નં.જી.જે-9-સી.પી-9759 બાબતે તપાસ કરતાં બી ડિવિઝનમાં જ ગુનો નોંધાયેલ હોવાનુ જાણવા મળ્યુ હતુ. જેને પગલે કાળુભાઇ ભીખાભાઇ ધીરાભાઇ ડાભીને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા મૂળ ઉદેપુર જિલ્લાના કોટડા છાવણી તાલુકાના માઢી ગામનો અને હાલ હિંમતનગર તાલુકાના કરણપુર ગામની તુલસી હોટલ સામે રહેતો હોવાનુ જણાવ્યુ હતુ. તપાસ દરમિયાન તેણે જી.જે-1-અેફ.વી-8641 અને જી.જે-16-બી.અેફ-1100 નંબરના બીજા બે બાઇક મળી કુલ ત્રણ બાઇકની ચોરીની કબૂલાત કરી હતી બી ડિવિઝન પોલીસે ત્રણેય બાઇક રિકવર કર્યા હતા.

Share
Next Story

હિંમતનગર| હિંમતનગર શહેરના હાર્દસમા હાજીપુરા વિસ્તારમાં આવેલા ત્રણ ખૂણીયા ઓટલા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Himatnagar News - bikes were arrested from himmatnagar three cases were settled 121103
(News in Gujarati from Divya Bhaskar)