હિંમતનગરના મહાવીરનગરમાં રહેતા દેવકિશનજી વક્તાજી ખત્રી પરીવારના 22 જેટલા મતદારો

News - હિંમતનગરના મહાવીરનગરમાં રહેતા દેવકિશનજી વક્તાજી ખત્રી પરીવારના 22 જેટલા મતદારો છે. પરિવારના સભ્યો અલગ અલગ રહે છે....

Divyabhaskar.com Apr 24, 2019, 06:16 AM IST
હિંમતનગરના મહાવીરનગરમાં રહેતા દેવકિશનજી વક્તાજી ખત્રી પરીવારના 22 જેટલા મતદારો છે. પરિવારના સભ્યો અલગ અલગ રહે છે. પરંતુ મતદાનના દિવસે બધા મોટા ઘેર ભેગા થાય છે અને મતદાન કરવા સાથે નીકળે છે. પરિવારના મોભી લીલાબેન ખત્રી જણાવે છે કે મતદાન એ અધિકાર છે અને અવશ્ય કરવુ જોઇએ. તમારી વિચારધારા અને અભિપ્રાય ગમે તે હોય મતદાન ન કરો તો કોઇની ટીકા કરવાનો હક પણ નથી. પુત્રી ભારતીબેન મહેન્દ્રકુમાર ખત્રીએ જણાવ્યુ કે પરીવારની ચાર દીકરીઓ શિવાની ભગવાનદાસ ખત્રી, કિરણ ભગવાનદાસ ખત્રી, ધ્વનિ રાજેશભાઇ ખત્રી અને પૂજાબેન દયારામ ખત્રી આવખતે પ્રથમ વખત મતદાન કર્યુ. તેઓ જણાવી રહ્યા છે કે આવખતે કલમ 370 અને આતંકવાદને જડબાતોડ જવાબ સક્ષમ ભારત વિશ્વમાં વધી રહેલ દેશનો પ્રભાવ, સ્ટ્રોંગ બની ઇકોનોમીને ધ્યાનમાં લઇ વોટ આપ્યો છે. અત્યારે અમારી દીકરીઓ હોસ્ટેલમાં રહી સુરક્ષિત રીતે અભ્યાસ કરી રહી છે. આ સ્થિતિ જળવાઇ રહે તે જરૂરી છે. ભારતના તમામ રાજ્યો ગુજરાત જેવા જ વિકસીત સમૃધ્ધ બને તેવુ નેતૃત્વ દેશ માટે જરુરી છે. તસવીર-અશોક રાવલ

Share
Next Story

ત્રણ માસમાં ચાર ચોરીને અંજામ આપનાર જાદરના બે ચોર પકડાયા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Himatnagar News - 22 voters of devkishjaji waktaji khatri family living in mahavirnagar of himmatnagar 061610
(News in Gujarati from Divya Bhaskar)