અંબાજીમા બને છે નાળીયેરના છોતરા માંથી ઈકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તીઓ, 400 મૂર્તિઓ બનાવવાનો ઓર્ડર મળ્યો

આ વર્ષે દક્ષિણ ભારતમાં 18 ફૂટ લાંબી ગણેશ પ્રતિમા તૈયાર કરીને મોકલી છે

Divyabhaskar.com Sep 11, 2018, 02:52 AM IST

અંબાજી: અંબાજીમાં ચડતા નારિયેળમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવવાનું કામ ચાલે છે. જે સંસ્થાને 400 વધુ પ્રતિમાઓ તૈયાર કરવાનો ઓર્ડર મળ્યો છે સંસ્થા દ્વારા તૈયાર થતા ઇકો ફ્રેન્ડલી ગણેશ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર તામિલનાડુ અને કલકત્તા સુધી જાય છે.  જગતજનની મા અંબાના ધામમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રીફળ ધરાવાય છે તે શ્રીફળનો વેસ્ટ જથ્થો નંદનવન નામની સંસ્થા લઈ જાય છે જે શ્રીફળમાંથી જુદી જુદી ડિઝાઈનના ઓર્ડર પ્રમાણેનાં શ્રીફળના ગણેશ તૈયાર કરે છે.

 

 

આ વખતે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી સંસ્થાને ઓર્ડર મળ્યા છે. 5 ઇંચથી માંડીને 18ફૂટ સુધીની ગણેશ પ્રતિમાઓ  તૈયાર થાય છે. શ્રીફળના ગણેશ તૈયાર કરતા દક્ષાબેન રામીએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે  " આ વર્ષે દક્ષિણ ભારતમાં 18 ફૂટ લાંબી ગણેશ પ્રતિમા તૈયાર કરીને મોકલી છે જે ગણેશ મહોત્સવ સંપૂર્ણ થયા બાદ ત્યાના મ્યુઝિયમમાં મૂકવામાં આવશે. ડીસા અને પાલનપુરમાં પણ ઇકો ફ્રેન્ડલી ગણેશ માટે ખૂબ જાગૃતતા આવી છે અને બંને શહેરોમાં નાની મોટી 30થી વધુ ગણેશ પ્રતિમાઓની પ્રતિષ્ઠા થશે.

Share
Next Story

કડવા પાટીદાર સમાજ વાડીમાં મોટીવેશન સેમિનાર

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Ambaji is made from idol of eco-friendly Ganesha from coconut shell
(News in Gujarati from Divya Bhaskar)