ચાણસ્મા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષને મહિનામાં જ અવિશ્વાસ દરખાસ્તથી હટાવાયા

News - કોંગ્રેસના કમઠાણ : ઉપપ્રમુખ સરલબેન ઠાકોરને હોદ્દાની રૂએ આ પદ અપાયું હતું દરખાસ્ત લાવનાર જન મોરચાના 7 સભ્યો...

Divyabhaskar.com Sep 12, 2018, 03:21 AM IST
ચાણસ્મા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે ગયા મહિને હોદ્દાની રૂએ ઉપપ્રમુખની વરણી કરાઇ હતી. જેને લઇને અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી તે પછી પ્રથમ બેઠક મંગળવારે ડીડીઓના આદેશથી મળતા કારોબારી અધ્યક્ષની ગેરહાજરીમાં હરીફ જુથના સાત સભ્યોએ બહુમતીથી દરખાસ્ત પસાર કરી દેતા કારોબારી અધ્યક્ષ હોદ્દા પરથી દુર થઇ ગયા હતા. જો કે આ મામલે હાઇકોર્ટ મેટર થયેલ હોય તેના ચુકાદા તરફ પણ મીટ મડાઇ છે.

ચાણસ્મા તાલુકા પંચાયતમાં ગત 13 ઓગસ્ટના રોજ કારોબારી અધ્યક્ષની વરણી માટે બેઠક મળી હતી. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ ગેમરભાઇ દેસાઈના જૂથના સરલાબેન સોવનજી ઠાકોર જેઓ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પણ છે તેઓની હોદ્દાની રૂએ કારોબારી અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. જેના વિરોધમાં પૂર્વ પ્રમુખ કોકીલાબેન કનુભાઈ પટેલ જૂથના આઠ સભ્યો દ્વારા તે જ દિવસે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. આ દરખાસ્તને 15 દિવસનો સમય વીતી ગયા છતાં પ્રમુખ દ્વારા કારોબારીની મિટિંગ બોલાવાઈ ન હોવાથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એજન્ડા કાઢી મંગળવારે કારોબારી મિટિંગ બોલાવવા ફરમાન કર્યું હતું. આ બેઠકમાં નવ સભ્યો પૈકી ભાજપના એક સદસ્ય અને અધ્યક્ષ સરલાબેન ઠાકોર ગેરહાજર રહ્યા હતા ત્યારે જન મોરચાના સાત સભ્યો દ્વારા અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં તેમના મત આપતા કારોબારી અધ્યક્ષ સામેની દરખાસ્ત પસાર થઈ ગઈ હતી.

અમે સાત સભ્યોએ દરખાસ્ત પસાર કરી છે

અા અંગે વડાવલી બેઠકના ડેલીગેટ ધીરુભા વાઘેલાએ જણાવ્યું કે અમો સભ્યો એક તરફ હતા અને અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી પસાર કરી છે. હવે નવા અધ્યક્ષ માટે કાર્યવાહી થશે.

હાઇકોર્ટનો ચુકાદો હજી બાકી

અત્રે ઉલ્લેખનીય છે કે કારોબારી અધ્યક્ષ તરીકે વરણી કરાતા તેના વિરોધમાં પૂર્વ પ્રમુખ કોકીલાબેન પટેલના જૂથ દ્વારા હાઇકોર્ટમાં ગયા હતા અને ત્યાંથી આદેશ થાય તે પહેલા કારોબારીની બેઠક બોલાવવી જરૂરી હોય મંગળવારે બેઠક બોલાવાઇ હતી. જેમાં સરલાબેન ઠાકોરની વિરોધમાં ઉપસ્થિત સભ્યો જતાં તેઓ એક જ માસ બાદ હોદ્દા પરથી દૂર થઈ ગયા હતા.જો કે, હાઇકોર્ટમાં શું આદેશ થશે તેના તરફ પર મીટ મંડાઈ છે તેમ તાલુકા પંચાયતના સૂત્રોએ જણાવ્યું હતું.

બેઠકમાં હાજર સદસ્યો

કોકીલાબેન કે પટેલ, ધીરાજી પથુજી ચાવડા, બાબુભાઇ કુબેરદાસ પટેલ, કૈલેસભાઈ હરિભાઈ પટેલ, કૈલાસબા ભરતસિંહ સોલંકી, કલાવતીબેન ગોપાળજીઠાકોર, રાજેશ્વરીબેન અરવિંદભાઈ ચાવડા

Share
Next Story

પાટણ નવા ડેપોમાં ભૂગર્ભ ગટરના પાણી રેલાતાં દુર્ગંધથી પરેશાની

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Patan - ચાણસ્મા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષને મહિનામાં જ અવિશ્વાસ દરખાસ્તથી હટાવાયા
(News in Gujarati from Divya Bhaskar)